સી.ઓ.ઈ. કામધેનુ યુનિવર્સીટી, ઉકાઈ કેન્દ્ર દ્વારા ઉકાઈના ખેરવાડા ગામે પરિસંવાદનું આયોજન કરાયું

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સેન્ટર ઓફ એકસલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સીટી, ઉકાઈ કેન્દ્ર દ્વારા એક્વેટિક રેફરલ લેબ ફોર ક્વોલિટી ટેસ્ટીગ એન્ડ ડીસીઝ ડાયગ્નોનોસ્ટીક પ્રોજેક્ટ અંતર્ગત તાપી જિલ્લાના ઉકાઈ તાલુકાના ખેરવાડા ગામે શિયાળા દરમિયાન “માછલીમાં થતા રોગો અને તેનું વ્યવસ્થાપન” વિષય ઉપર પરિસંવાદનુ તા. ૧૭ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ આયોજન કરવામાં આવેલ હતું. સદર કાર્યક્રમમાં સેન્ટર ઓફ એકસલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સીટી, ઉકાઈના હેડ, ડૉ સ્મિત આર લેન્ડે હાજર રહ્યા હતા તેમજ એક્વેટિક રેફરલ લેબ ફોર ક્વોલિટી ટેસ્ટીગ એન્ડ ડીસીઝ ડાયગ્નોનોસ્ટીકમાં જૂનિયર રીસર્ચ ફેલો તરીકે ફરજ બજાવતા શ્રી સાગર ઢીંમર હાજર રહ્યા હતા તેમજ માછીમારી સાથે સંકળાયેલા મત્સયખેડૂતો ૨૫ જેટલા હાજર રહેલ હતા. સદર કાર્યક્રમ દરમિયાન શ્રી સાગર ઢીંમર અને ડૉ સ્મિત લેન્ડે દ્વારા માછલીમાં થતા રોગોની ઓળખ, તેના લક્ષણો, અસરગ્રસ્ત માછલીની પ્રજાતિ, સારવાર, આરોગ્ય વ્યવસ્થાપન અંગેનું જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. સમર્ગ કાર્યક્રમ સેન્ટરના હેડ, ડૉ સ્મિત આર લેન્ડેના માર્ગદશન હેઠળ પુરુ પાડવામાં આવ્યુ છે. અંતમાં મત્સયખેડૂતો દ્વારા કાર્યક્રમથી મળેલ માહીતી બાબતે સંતોષ વ્યક્ત કર્યો અને આવી કૌશલ્ય વર્ધક અવેરનેશ પ્રોગામ અત્રેથી મળતી રહે તેવી ઈચ્છા વ્યક્ત કરી.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *