સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કોબા ગામ પ્રાથમિક શાળામાં સાયકલ દાન કાર્યક્રમ યોજાયો

Contact News Publisher

(મુકેશ પાડવી દ્વારા, નિઝર) : સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના પ્રાથમિક શાળા કોબામાં બાળકોના સર્વાંગી વિકાસ માટે શાળાના શિક્ષિકા બેન અદિતિબેન દ્વારા સાયકલનું વિતરણ કરવામાં આવ્યું. આ સાયકલથી બાળકોને શાળાએ આવવા-જવા વધુ સરળ બનશે તેમજ તેમના શારીરિક વિકાસમાં પણ વધારો થશે. પરિવારમાં પરિવહનની તકલીફ હોય એવા બાળકો માટે આ સાયકલ ખુબ જ ઉપયોગી સાબિત થશે. અદિતિબેનના આ સમાજસેવી ઉપક્રમને ગામજનો અને શાળાના સ્ટાફ દ્વારા વખાણવામાં આવ્યા. વિદ્યાર્થીઓએ ખુશી વ્યક્ત કરીને અદિતિબેનનો આભાર માન્યો. આ પ્રયાસથી બાળકોમાં આત્મવિશ્વાસ વધશે અને અભ્યાસ પ્રત્યે વધુ રસ સર્જાશે. શાળાએ અદિતિબેનને હાર્દિક અભિનંદન અને શુભેચ્છા પાઠવી.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *