સોનગઢ તાલુકાના પ્રસિધ્ધ ધાર્મિક સ્થાન દેવલી માડી મંદિરના કનાળા દેવલપાડા રસ્તાની કામગીરી પંચાયત (મા.મ.) વિભાગ દ્વારા શરૂ કરાઈ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સોનગઢ પંચાયત (માર્ગ અને મકાન) પેટા વિભાગ, કચેરી દ્વારા સોનગઢ તાલુકામાં રાજ્ય સરકારશ્રીની મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના વર્ષ ૨૦૨૪-૨૫ હેઠળ મંજુર થયેલ રકમ રૂ. ૮૨.૫૦ લાખનાકનાળા દેવલપાડા રોડ ૨.૫૦ કીમીના માર્ગનું રીસર્ફેસીંગની કામગીરી શરુ કરવામાં આવેલ છે. આ રસ્તાથી આશરે ૩૦૩૬ ની વસ્તીને લાભ મળશે. આ રસ્તા દ્વારા સોનગઢ તાલુકાના ગામોને તાલુકા મથક સાથેના જોડાણની સુવિધામાં વધારો થશે. આ રસ્તા પર દેવલીમાડી મંદિર આવેલ છે. જ્યાં દર વર્ષે ડીસેમ્બર મહિનામાં પરંપરાગત રીતે ભવ્ય મેળાનું આયોજન થતુ આવે છે. આ રસ્તાની કામગીરી શરૂ કરી ઝડપથી પુર્ણ કરવાનું આયોજન પંચાયત માર્ગ અને મકાન વિભાગ તાપી દ્વારા કરવામાં આવેલ છે. રસ્તાના કામ પુર્ણ થયેથી દેવલીમાડી ધાર્મિક સ્થળે આવતા-જ્તા શ્રધાળુઓને ખુબ ઉપયોગી બનશે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
