દ્વિતીય શૈક્ષણિક સત્રનાં પ્રારંભ સાથે ઓલપાડ તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓ બાળકોનાં કલરવથી ગુંજી ઉઠી 

0
Screenshot_20251109_135719_WhatsApp
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) :  એકવીસ દિવસીય નિર્ધારિત દિવાળી વેક્શન પૂર્ણ થતાં જ રાજ્યભરની શાળાઓ સહિત ઓલપાડ તાલુકાની તમામ સરકારી પ્રાથમિક શાળાઓ બાળકોનાં કલરવથી ગુંજી ઉઠી હતી.

સને 2025-26 નાં દ્વિતીય શૈક્ષણિક સત્ર માટે શાળાઓ રાબેતા મુજબ શરૂ થવા પામી છે ત્યારે તાલુકાની વિવિધ શાળાઓમાં શિક્ષકો દ્વારા બાળકોને ક્યાંક કુમકુમ તિલક કરી, ક્યાંક ચોકલેટ, મીઠાઈ વહેંચી, ક્યાંક પુષ્પગુચ્છ અર્પણ કરી તો ક્યાંક ફટાકડા ફોડીને

ઉષ્માભેર આવકારવામાં આવ્યા હતાં. કેટલીક શાળાઓમાં શાળા વ્યવસ્થાપન સમિતિનાં સભ્યોએ પણ ખાસ ઉપસ્થિત રહીને બાળકોને સ્નેહપૂર્વક આવકાર્યા હતાં. જેનાં પગલે વિધાર્થીઓમાં અનેરા આનંદનો સંચાર જોવા મળી રહ્યો હતો.

દ્વિતીય શૈક્ષણિક સત્ર 2025-26 નો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે બાળકો તથા શિક્ષકો માટે દ્વિતીય શૈક્ષણિક સત્ર ખૂબ જ આનંદદાયી અને પ્રગતિમય બની રહે એવાં આશીર્વચન સાથે બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલ, ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલ, મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોર સહિત સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ તથા સી.આર.સી. કો-ઓર્ડિનેટર મિત્રોએ શુભેચ્છાઓ પાઠવી હતી. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *