ઉમરપાડા તાલુકામાંથી વધુ ચાર કોરોના વાયરસ પોઝિટિવ કેસ મળી આવ્યા
ફાઈલ તસ્વીર
Contact News Publisher

(નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોળ) : ઉમરપાડા તાલુકાના વડપાડા, મૌલી પાડા અને ચવડા ગામેથી કોરોના વાયરસના પોઝિટિવ કેસ મળી આવ્યા હતા. આરોગ્ય વિભાગ દ્વારા ઉપરોક્ત દર્દીઓને હાલ બારડોલી ખાતે આવેલ કોવિડ સેન્ટરમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા છે જેમાં વડપાડા ગામેથી બે પોઝિટિવ કેસ મળી આવ્યા હતા વિજયભાઈ રૂપજીભાઇ વસાવા ઉંમર વર્ષ 45 રમેશ ભાઈ રાયસીંગભાઈ વસાવા ઉંમર વર્ષ 40 ઉપરોક્ત બંને દર્દીઓને હાથ પગ અને શરીર દુખાવાની ફરિયાદ હતી આરોગ્ય વિભાગ દ્વારા ઉપરોક્ત બંને દર્દીઓના તારીખ 2ના રોજ સેમ્પલ લેવામાં આવ્યા હતા તેમજ મૌલીપાડા ગામના માનસિંગભાઈ મનજીભાઇ વસાવા ઉંમર વર્ષ 40 ને સુકી ખાંસી અને શરદી થતી હતી જ્યારે ચવડા ગામના પ્રીતિબેન મહેશભાઈ વસાવા ઉંમર વર્ષ 24 શરદી ખાંસી ગળામાં દુખાવા ની ફરિયાદ હતી જેથી ઉપરોક્ત દર્દીઓના સેમ્પલ તારીખ 2 ના રોજ લેવામાં આવ્યા હતાઉપરોક્ત ચારેય દર્દીઓના સેમ્પલ સુરત સિવિલ ખાતે મોકલવામાં આવ્યા હતા ત્યારબાદ દર્દીઓના રીપોર્ટ પોઝીટીવ આવ્યા હતા
