સાસુ વહુના ઝઘડામાં સુખદ સમાધાન કરાવતી સુરત અભયમ ટીમ

181

Contact News Publisher

(કિરીટ રાણા દ્વારા, સુરત) : પીડિત મહિલાએ તેમના સાસુ હેરાન કરતા હોવાથી મદદ માટે ફોન કરતા સુરત અભયમ ટીમ પીડીતાબેનની મદદે પહોંચી. સ્થળ પર પહોચી તેમની સમસ્યા જાણતા તેમણે જણાવેલ કે તેમના સાસુ હેરાન કરે છે. લગ્નને ત્રણ વર્ષ થયા છે. એક દીકરો છે. પીડીતાબેન તેમના પતિ સાથે અલગ રૂમ રાખી રહે છે અને સાસુ સસરા અલગ રહે છે. પીડીતાબેનના દીકરાને રમાડવાના બહાને તેમના સાસુ પીડિતાબેનના ઘરે આવતા પીડિતાબેનને તેમના સાસુ કોઈને કોઈ વાતે મેણા- ટોણા મારી સંભળાવતા અને ઝઘડો કરતા રહેતા. દીકરાને રમાડવા લઈ જાઉં છું તેમ કહી લઈ જતા અને આખો દિવસ પૂરો થવા છતાં જલ્દીથી ઘરે પીડીતાબેન પાસે તેમનો દીકરો મુકવા માટે આવતા ન હતા. આથી કંટાળીને પીડિતાબેન તેમના પિયર છ મહિના રિસામણે જતા રહેલ. પીડીતાબેન સમાધાન કરીને સાસરીમાં આવ્યા ને 15 દિવસ થયા છે અને ફરી તેમના સાસુ તેમના ઘરે દીકરો રમાડવાના બહાને આવી પીડીતાબેનને મેણા- ટોણા મારતા રહે છે અને જૂની વાતોને ઉખાડી પીડીતાબેનને અપશબ્દ બોલી સંભળાવતા રહે છે.

આજે પણ પીડીતાબેનના સાસુ દીકરાને રમાડવાના બહાને તેમના ઘરે આવેલ અને પીડીતાબેન ને અપશબ્દો બોલી સંભળાવતા હતા અને પીડીતાબેન નો ફોન પણ તેમના સાસુએ ઝૂંટવી લીધેલ અને કહેલ કે હું મારા દીકરાના બીજા લગ્ન કરાવી દઈશ. તું આ ઘરમાંથી નીકળી જા તેમ કહેતા પીડીતાબેને તેની આપવીતી જણાવી અભયમ ટીમની મદદ માગી હતી. આથી ઘટના સ્થળે અભયમ ટીમે પીડીતાબેનના સાસુનું કાઉન્સેલિંગ કરી તેમને તેમના વહુ સાથે ઝઘડો ન કરવા તેમજ મેણા – ટોણા ન મારવા માટે સમજાવેલ છે. કાયદાકીય સમજ આપી. જરૂરી સલાહ, સુચન અને માર્ગદર્શન પૂરું પાડેલ. પીડીતાબેનના સાસુને તેમની ભૂલ સમજાતાં તેમણે અભયમ ટીમને ખાતરી આપેલ કે તેઓ હવે પછીથી તેમના વહુ ને મેણા ટોણા મારશે નહીં, તેમના વહુ સાથે સારી રીતે રહેશે અને પ્રેમથી દીકરાને રમાડી જતા રહેશે તેવી ખાતરી આપેલ છે. પીડિતાબેને તેમના સાસુ સમજી જતા અભયમ ટીમનો આભાર વ્યક્ત કરેલ. આમ, સુરત અભયમ ટીમે સાસુ વહુના ઝઘડા વચ્ચે સુખદ સમાધાન કરાવેલ છે.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *