VNSGUમાં માનસિક સ્વાસ્થ્ય અને આત્મહત્યા અટકાયત અંગેનો કાર્યક્રમ સમાજશાસ્ત્ર વિભાગમાં યોજ્યો
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : આંતરરાષ્ટ્રીય આત્મહત્યા અટકાયત જાગૃતિ સપ્તાહના ભાગરૂપે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના માનનીય કુલપતિ શ્રી ડૉ. કિશોરસિંહ ચાવડા સાહેબ, કુલસચિવ શ્રી ડૉ. રમેશદાન ગઢવી સાહેબ અને સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડૉ. મધુભાઈ ગાયકવાડ સાહેબની પ્રેરણાથી સમાજશાસ્ત્ર વિભાગમાં મનોવિજ્ઞાન માર્ગદર્શન સલાહકાર કેન્દ્રના માધ્યમથી “માનસિક સ્વાસ્થ્ય અને આત્મહત્યા અટકાયત” અંગેનો કાર્યક્રમ તારીખ 16-09-2025ના રોજ યોજાયો. યુનિવર્સિટીના મનોવિજ્ઞાન માર્ગદર્શન અને સલાહકાર કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે કેન્દ્રના મુખ્ય વક્તા તરીકે ઊર્મિનબેન એચ. દેસાઈ તેમજ દર્શનભાઈ પરમાર અને ઉલકાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ઊર્મિનબેને વિદ્યાર્થીઓને જીવનમાં સદાય આત્મવિશ્વાસ અને સકારાત્મક દ્રષ્ટિકોણ કેળવવાની પ્રેરણા આપી તેમજ વિદ્યાર્થીઓને ઉત્સાહવર્ધક કિડીના ઉદાહરણ વાળો વિડીયો તેમજ આત્મીય આનંદના ગીત દ્વારા આનંદદાઈ વાતાવરણ ઊભું કરી પ્રોત્સાહિત કર્યા. ઉલકાબેને યુનિવર્સિટીના મનોવિજ્ઞાન માર્ગદર્શન અને સલાહ કેન્દ્રની સેવાઓ વિષે જાણકારી આપી તેમજ દર્શનભાઈ પરમારે યુજીસીના આત્મહત્યા નિવારણ અભિયાનના સર્વેક્ષણ કાર્યની માહિતી આપી. આ સમગ્ર કાર્યક્રમનું કોઓર્ડિનેશન પ્રા. પરેશ એસ. સાળવે એ કર્યુ હતું. આ કાર્યક્રમમાં વિભાગના સૌ વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ હાજર રહી સહયોગ આપ્યો હતો. કાર્યક્રમના અંતે આભારવિધિ એમ. એસ. ડબલ્યુ પ્રોગ્રામના અધ્યાપક ડૉ. બહાદુરસિંહ વસાવાએ કરી હતી.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
