કે.વિ.કે. દ્વારા વઘઈના શિવારીમાળ ગામ ખાતે એકદિવસીય ઓફ કેમ્પસ તાલીમ યોજાઈ
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના શિવારીમાળ ગામ ખાતે તા. ૦૪/૦૯/૨૦૨૫ ના રોજ ૧ દિવસીય ઓફ કેમ્પસ તાલીમનું આયોજન કરવામાં આવ્યું.
નવસારી કૃષિ યુનિવર્સિટીના માનનીય કુલપતિ શ્રી ડૉ. ઝેડ. પી. પટેલ સાહેબ અને કે.વી.કે., વઘઈ ના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, ડૉ. જે. બી. ડોબરીયા સાહેબના માર્ગદર્શન હેઠળ ચાલતા કે.વી.કે., વઘઈ દ્વારા ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના શિવારીમાળ ગામ ખાતે “Natural ways to manage the weeds” (નીંદણ નિયંત્રણ કરવાની પ્રાકૃતિક રીતો) અંગેની ૧ દિવસીય ઓફ કેમ્પસ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ ખાતે ફરજ બજાવતા શ્રી ગૌરાંગ બી. પડસાળા, વૈજ્ઞાનીક (વિસ્તરણ શિક્ષણ) એ નીંદણ નિયંત્રણ કરવાની પ્રાકૃતિક રીતો જેમ કે હાથ થી ચૂંટવું, આચ્છાદન કરવું, ગરમ પાણીથી નિયંત્રણ, વિનેગાર મિશ્રણ, પાક ફેરબદલી, કવર ક્રોપ અંગે ખૂબ જ મહત્વપૂર્ણ માર્ગદર્શન આપી ખેડૂતોને આ અંગે માહિતગાર કર્યા હતા. આ ઉપરાંત I Khedut પોર્ટલ 2.O, પીએમ કિસાન સન્માન નિધિ યોજના તથા ખેડૂત અકસ્માત વીમા અંગેની અત્યંત જરૂરી માહિતી આપવામાં આવી હતી. સદર કાર્યક્રમમાં ૪૯ જેટલા પુરુષ તથા મહિલા ખેડૂતોએ હાજરી નોંધાવી હતી.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
