વડકુઈના દક્ષાબેન પ્રાકૃતિક ખેતી કરી પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે

0
Screenshot_20250802_202942_MX Player
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. ૦૨. આજરોજ વ્યારાના જિલ્લા પંચાયત હોલ ખાતે પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજાયો હતો. આ સમારંભમાં વ્યારા તાલુકાના વડકુઈ ગામના રહેવાસી એવા દક્ષાબેન કાંતિભાઈ ગામીતને પ્રાકૃતિક ખેતી કરવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું. વડકુઈ ગામની સીમમાં ૧.૫ વિધા જમીનમાં દક્ષાબેન છેલ્લાં ૫ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે. ખેતીકામ તેઓ એકલા હાથે જ કરે છે. શરૂઆતમાં તેઓની ખેતીમાં ખૂબ મુશ્કેલી આવી પણ મહેનતના ફળ હંમેશા મીઠાં હોય છે. હવે તેમને વર્ષેદહાડે સારી એવી આવક થાય છે આ વખતે તેમણે ભીંડા વાવીને પ્રાકૃતિક કૃષિ પધ્ધતિથી ખેતી કરીને તેમાંથી થયેલી આવકથી તેમનું ઘર ચલાવે છે. દક્ષાબેનની ઉંમર ૫૦ વર્ષ છે અને એ જમાનામાં તેઓ ધો.૧૨ સુધી ભણ્યા હતા. દક્ષાબેનની ધગશ, લગન અને મહેનતનું ફળ આજે તેમને મળ્યું છે.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other