વડકુઈના દક્ષાબેન પ્રાકૃતિક ખેતી કરી પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૦૨. આજરોજ વ્યારાના જિલ્લા પંચાયત હોલ ખાતે પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજાયો હતો. આ સમારંભમાં વ્યારા તાલુકાના વડકુઈ ગામના રહેવાસી એવા દક્ષાબેન કાંતિભાઈ ગામીતને પ્રાકૃતિક ખેતી કરવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું. વડકુઈ ગામની સીમમાં ૧.૫ વિધા જમીનમાં દક્ષાબેન છેલ્લાં ૫ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે. ખેતીકામ તેઓ એકલા હાથે જ કરે છે. શરૂઆતમાં તેઓની ખેતીમાં ખૂબ મુશ્કેલી આવી પણ મહેનતના ફળ હંમેશા મીઠાં હોય છે. હવે તેમને વર્ષેદહાડે સારી એવી આવક થાય છે આ વખતે તેમણે ભીંડા વાવીને પ્રાકૃતિક કૃષિ પધ્ધતિથી ખેતી કરીને તેમાંથી થયેલી આવકથી તેમનું ઘર ચલાવે છે. દક્ષાબેનની ઉંમર ૫૦ વર્ષ છે અને એ જમાનામાં તેઓ ધો.૧૨ સુધી ભણ્યા હતા. દક્ષાબેનની ધગશ, લગન અને મહેનતનું ફળ આજે તેમને મળ્યું છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

