સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા વિવિધ રમતગમત એવોર્ડ માટે ઓનલાઈન અરજીઓ મંગાવાઈ

૧૫ ઓક્ટોબર સુધીમાં અરજી કરવા તાપી જિલ્લાના ખેલાડીઓને અનુરોધ
—
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. 10 :- સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ માટે એકલવ્ય, સરદાર પટેલ અને જયદીપસિંહજી સિનિયર/જુનિયર એવોર્ડ માટે પાત્રતા ધરાવતા ખેલાડીઓ પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.
જે ખેલાડીઓએ વર્ષ ૨૦૨૨-૨૩, ૨૦૨૩-૨૪ અને ૨૦૨૪-૨૫ દરમિયાન આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અથવા રાજ્યકક્ષાએ સ્પોર્ટ્સ ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિઓ મેળવેલ હોય, તેવા ખેલાડીઓ આ એવોર્ડ યોજના અંતર્ગત અરજી કરી શકશે.
અરજી કરવાની પ્રક્રિયા અને સમયગાળાની વાત કરીએ તો, તા. ૧૧/૦૯/૨૦૨૬ થી ૧૫/૧૦/૨૦૨૬ સુધી https://sportsauthority.gujarat.gov.in ઓફિશિયલ વેબસાઈટ પર અરજી કરી શકાશે.
યોગ્યતા ધરાવતા ખેલાડીઓએ નિર્ધારિત સમયગાળા દરમિયાન સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની અધિકૃત વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. જો કોઈ ખેલાડીને અરજી કરવામાં માર્ગદર્શન કે મદદની જરૂર જણાય, તો તેઓ જિલ્લા રમત ગમત કચેરી, તાપી નો સંપર્ક કરી શકે છે, જ્યાંથી અરજી કરવા માટે જરૂરી સહાય પૂરી પાડવામાં આવશે.
તાપી જિલ્લાના તમામ યોગ્યતા અને પાત્રતા ધરાવતા ખેલાડીઓ સરકારશ્રી દ્વારા મળતા આ એવોર્ડ અને પ્રોત્સાહક લાભોથી વંચિત ન રહી જાય તે માટે સમયસર ઓનલાઈન અરજી કરી લેવા જિલ્લા રમતગમત અધિકારી, તાપી દ્વારા પ્રાપ્ત અખબારી યાદીમાં જણાવાયું છે.
○○○
