જવાહર નવોદય વિદ્યાલય બોરખડીમાં ધોરણ ૯ અને ૧૧માં પ્રવેશ માટે ઓનલાઇન અરજી શરૂ

પ્રવેશ માટે ૨૩ સપ્ટેમ્બર સુધી અરજી કરી શકાશે, ૨૭ ફેબ્રુઆરીએ પ્રવેશ પરીક્ષા યોજાશે
—
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૧૦ : ભારત સરકારના શિક્ષણ મંત્રાલય હેઠળ શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ અંતર્ગત તાપી જિલ્લામાં ચાલતી પીએમ શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય, બોરખડીમાં વર્ષ ૨૦૨૬-૨૭ માટે ધોરણ-૯માં ખાલી પડેલ બેઠકો તથા ધોરણ-૧૧માં ભવિષ્યમાં ખાલી થનાર બેઠકો પર પ્રવેશ માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ થઈ છે. પ્રવેશ ઇચ્છુક વિદ્યાર્થીઓએ તા. ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધી ઓનલાઇન અરજી કરવાની રહેશે.
ધોરણ-૯માં પ્રવેશ માટે શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬માં તાપી જિલ્લાની કોઈપણ સરકારી અથવા સરકાર માન્ય શાળામાં ધોરણ-૮માં અભ્યાસ કરતા અને તા. ૧ મે, ૨૦૧૧થી તા. ૩૧ જુલાઈ, ૨૦૧૩ વચ્ચે જન્મેલા વિદ્યાર્થીઓ અરજી કરી શકશે. જ્યારે ધોરણ-૧૧માં પ્રવેશ માટે ધોરણ-૧૦માં અભ્યાસ કરતા અને તા. ૧ જૂન, ૨૦૦૯થી તા. ૩૧ જુલાઈ, ૨૦૧૧ વચ્ચે જન્મેલા વિદ્યાર્થીઓ અરજી કરી શકશે.
પ્રવેશ માટેની ઓનલાઇન અરજી જવાહર નવોદય વિદ્યાલયની વેબસાઇટ www.navodaya.gov.in, https://cbseitms.nic.in/2025/nvsix9, https://cbseitms.nic.in/2025/nvsix11, ધોરણ-૯ અને ધોરણ-૧૧ માટેની સંબંધિત ઓનલાઇન અરજી વેબસાઇટ પરથી કરી શકાશે.
ધોરણ-૯ અને ધોરણ-૧૧ની પ્રવેશ પરીક્ષા તા. ૨૭ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ યોજાશે. પરીક્ષા અંગેની વધુ માહિતી માટે જવાહર નવોદય વિદ્યાલય, બોરખડીના ફોન નંબર ૦૨૬૨૫-૨૩૩૨૮૦ પર સંપર્ક કરવા જ.ન.વિ.બોરખડીના પ્રભારી પ્રાચાર્યશ્રી દ્વારા પ્રાપ્ત અખબારી યાદીમાં જણાવાયુ છે.
○○○
