કરમલા પ્રાથમિક શાળામાં શ્રીકૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો

0
કરમલા પ્રાથમિક શાળામાં શ્રીકૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા. ૧૦.  ઓલપાડ તાલુકાની કરમલા પ્રાથમિક શાળા ખાતે જન્માષ્ટમી પર્વની ઉજવણી અત્યંત ભક્તિભાવ અને ઉત્સાહ સાથે કરવામાં આવી હતી. શાળાનાં બાળકોએ કૃષ્ણ, રાધા, બળરામ અને યશોદા મૈયાનાં આકર્ષક વેશ ધારણ કરી મટકી ફોડી હતી. શાળાનાં આચાર્ય નિલેશભાઈ પટેલ અને શિક્ષકોએ બાળકોને ભગવાન શ્રીકૃષ્ણનાં જીવનમાંથી પ્રેરણા લઈ સત્ય, પ્રેમ, કરુણા અને ધર્મના માર્ગે ચાલવાનો સંદેશ આપ્યો હતો. શાળા પરિસરને રંગબેરંગી ફૂલો, તોરણો અને બલૂનથી સજાવવામાં આવ્યું હતું. કાર્યક્રમનાં અંતે બાળકોને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો.

○○○

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *