ગાયકી ક્ષેત્રે ઉભરતાં કલાકાર શિક્ષક ભરત સોલંકીએ ઓલપાડ તાલુકાનું ગૌરવ વધાર્યુ
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ ) : સુરત શહેરનાં પાલ-અડાજણનાં ગૌરવપથ સ્થિત ઓસરી સ્ટુડિયો ખાતે સૂર પ્રીમિયર લીગ સીઝન-3 અંતર્ગત ‘સૂરો કા મહાસંગ્રામ’ નામક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત વડોલી પ્રાથમિક શાળામાં ઉપશિક્ષક તરીકે ફરજ બજાવતાં ભરત સોલંકીએ સહર્ષ ભાગ લીધો હતો. અત્રે તેમણે બેસ્ટ પર્ફોમન્સ રજૂ કરી ‘સિંગર ઓફ ધ મેચ’ નો ખિતાબ હાંસલ કર્યો હતો. આ પ્રસંગે તેમને ઓસરી સ્ટુડિયોનાં સંજય પટેલનાં હસ્તે ટ્રોફી તથા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતાં.
અત્રે ઉલ્લેખનીય છે કે ભરત સોલંકી એક ઉભરતાં ગાયક કલાકાર છે. જેમણે સુરત જિલ્લાથી લઈ મુંબઈ મહાનગર સુધી પોતાનું આગવું પર્ફોમન્સ રજૂ કરી સમગ્ર ઓલપાડ તાલુકાનું નામ રોશન કરેલ છે. તેમની તાજેતરની આ સિદ્ધિને બિરદાવી સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટ પટેલ, ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવ પટેલ, કેન્દ્રાચાર્ય પરેશ પટેલ સહિત મિત્રમંડળે અભિનંદન પાઠવ્યા હતાં.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

