પૂર્વ સૈનિકના સંતાનોને છાત્રાલયમાં પ્રવેશ મેળવવા માટે અરજી કરવા વિગતો મંગાવવામાં આવી

0
sainik
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.૧૧. પૂર્વ સૈનિકો અને સ્વ. પૂર્વ સૈનિકોના ધર્મપત્નિઓના સંતાનો કે જેઓ સુરત ખાતે આવેલ શૈક્ષણીક સંસ્થાઓમાં ધોરણ ૮ કે તેથી ઉપરના ધોરણમાં રેગ્યુલર વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરતા હોય તેમને રહેવા અને જમવા માટે અત્રેની કચેરી હસ્તકના ગૌરવા સેનાની ભવન ખાતે સૈનિક કુમાર છાત્રાલયનું નિર્માણ કરવામાં આવેલ છે. આ છાત્રાલયમાં એડમીશન મેળવવા ઇચ્છુક માતા-પિતાએ અત્રેની કચેરીનો રૂબરૂ સંપર્ક કરી એડમીશન ફોર્મ મેળવી ને સત્વરે જમા કરવા તેમજ વધુ વિગત માટે ટેલિફોન નંબર ૦૨૬૧-૨૯૧૩૮૨૦/૯૪૨૬૮૦૨૮૨૦ ઉપર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે. પ્રસ્તુત અખબારી યાદી મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસન અધિકારીની કચેરી દ્વારા આપવામાં આવી છે.

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *