વ્યારા વન વિભાગના આર.એફ.ઓ. અનિરુદ્ધ સંઘાણી તથા વનકર્મીઓએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો

Contact News Publisher

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે તાપી જિલ્લામાં આવેલ આંબાપાણી ઇકોટુરિઝમ વિસ્તાર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૦૫ જૂન. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ‘એન્ડિંગ પ્લાસ્ટિક પોલ્યુશન ગ્લોબલી’ થીમ સાથે તાપી જિલ્લાના વ્યારા વન વિભાગ દ્વારા વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લાના વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી સચિન ગુપ્તાના માર્ગદર્શન હેઠળ આંબાપાણી ઇકોટુરિઝમ વિસ્તાર ખાતે આયોજિત કાર્યક્રમમાં આર.એફ.ઓ. અનિરુદ્ધ સંઘાણી સહિત વનવિભાગના અધિકારીઓ અને વનકર્મીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

પર્યાવરણ સંરક્ષણ અને હરિત આવરણ વધારવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ જાતિના વૃક્ષોના રોપાઓ રોપી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી. આ વૃક્ષારોપણથી આંબાપાણી ઇકોટુરિઝમ વિસ્તારની હરિયાળી વધશે અને પ્રવાસીઓ માટે પણ વધુ આકર્ષક પર્યાવરણ પ્રાપ્ત થશે.

000

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other