રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા મધર મિલ્ક બેંક અંગે જનજાગૃતિ અભિયાન યોજાયું

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા સંચાલિત કલામંદિર જ્વેલર્સ દ્વારા સ્થાપિત માતૃશ્રી લીલાબેન મોહનલાલ સાકરીયાજી રોટરી મધર મિલ્ક બેંકનાં ઉપયોગ અંગે જન જાગૃતિ કેળવાય એ હેતુસર આંગણવાડી કાર્યકર બહેનો સાથે જનજાગૃતિ અભિયાન યોજવામાં આવ્યું હતું.

આ પ્રસંગે અંકલેશ્વરનાં પબ્લિક ઈમેજ ચેર ગજેન્દ્ર પટેલે સૌને આવકારી મધર મિલ્ક બેંકની રચના વિષયક વાતો રજૂ કરી હતી. પ્રોજેક્ટ ચેર અને બાળ યરોગ નિષ્ણાંત ડોક્ટર નીરજ ગુપ્તાએ માતાનાં દૂધની ઉપયોગીતા તથા બિમારીનાં પ્રસંગે નવજાત શિશુને અન્ય માતાનાં દૂધ આપી શકાય તે અંગે વિશેષ સમજ આપી હતી. કાર્યક્રમમાં પ્રેસિડન્ટ સુનિલ નેવે, સેક્રેટરી વલકેશ પટેલ, મનિષ શ્રોફ, જીજ્ઞેશ પટેલ, દિલીપ પાટીલ, યોગેશ પાટીલ, અમૃત સાલુંકે તથા સુપરવાઇઝર મયૂરી ગોહિલ ઉપસ્થિત રહ્યાં હતાં.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *