સુરત રેલ્વે સ્ટેશનના આરક્ષણ ઓફિસ પાસેથી મૃત હાલતમાં મળી અજાણ્યા પુરૂષના વાલી વારસો જોગ
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : રેલ્વે પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ સુરત રેલ્વે પોલીસ સ્ટેશનના વણ ઓળખાયેલ અકસ્માત મોત નં. 115/2024 C.R.P.C. કલમ-૧૭૪ મુજબ એક અજાણ્યો પુરૂષ ઉ.વ.30ની આશરાનો તા.- 04/06/24 ના રોજ સુરત રેલ્વે સ્ટેશન આરક્ષણ ઓફિસ સામે નવા શેડમાં મૃત હાલતમાં મળી આવેલ. મરનારની લાશના કોઈ વાલી વારસો મળેલ ન હોય જે મરનારના વાલી વારસોની ભાળ મળી આવે તો રેલ્વે પોલીસને જાણ કરવા વિનંતી છે. જે મરનારની વિગત નીચે મુજબ છે.
મરણ જનારની લાશનું વર્ણન :-
એક અજાણ્યો પુરૂષ ઉ.વ.30ના આશરાનો, શરીરે પાતળા બાંધાનો, રંગે- ઘઉં વર્ણનો. ઉંચાઈ 5×2″ની, જેના જમણા હાથે ચાવી આકારનું છૂંદણુ છે.
લાશ ઉપરના કપડાનું વર્ણન
અંગમા ઘાટા વાદળી કલરનું આખી બાયનું શર્ટ તથા કમ્મરે વાદળી કલરનું નાઈટ ટ્રેક પેન્ટ પહેરેલ છે.