સુરત અને ઉત્રાણ રેલ્વે સ્ટેશન વચ્ચે ટ્રેન અડફેટે મરણ જનાર અજાણ્યા પુરૂષના વાલી વારસો જોગ
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, સુરત) : રેલ્વે પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ સુરત રેલ્વે પોલીસ સ્ટેશનના વણ ઓળખાયેલ અકસ્માત મોત નં. 121/2024 C.R.P.C. કલમ-૧૭૪ મુજબ તા.- 08/06/24 ના રોજ કલાક 20:25 પહેલા સુરત અને ઉત્રાણ રેલ્વે સ્ટેશન વચ્ચે કિ.મી.નં. 267/30 તથા 267/30-1ની વચ્ચે મરનાર અજાણ્યો પુરૂષ ઉ.વ. 30ના આશરાનો ટ્રેન નં. 12951 રાજધાની એક્સપ્રેસ ટ્રેનની અડફેટમાં આવી જતા શરીરે થયેલ ગંભીર ઈજાઓના કારણે મરણ ગયેલ છે. મરનારની લાશના કોઈ વાલી વારસો મળેલ ન હોય જે મરનારના વાલી વારસોની ભાળ મળી આવે તો રેલ્વે પોલીસને જાણ કરવા વિનંતી છે. જે મરનારની વિગત નીચે મુજબ છે.
મરણ જનારની લાશનું વર્ણન :-
એક અજાણ્યો હિંદુ પુરૂષ ઉ.વ.30 આશરાના, શરીરે પાતળા બાંધાનો, રંગે- ઘઉં વર્ણનો. જેના જમણા હાથના પંજા ઉપર ત્રણ સ્ટારનું છૂંદણુ છે.
લાશ ઉપરના કપડાનું વર્ણન
અંગમા કાળી, ક્રિમ કલરનું ચોકડીવાળું આખી બાયનું શર્ટ તેની નીચે કાળી સેન્સડો બનિયાન. કમ્મરે બ્લ્યુ જીન્સ પેન્ટ તથા કાળી લીટીવાળું જાંગીયો પહેરેલ છે.
