કુસુમ જયેશ ભુલકા ભવન અને ગીતાબેન રમેશભાઈ પટેલ પ્લેસ્કૂલ ગુજરાતી માધ્યમમાં સ્પોર્ટ્સ ડે યોજાયો
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી ર.ફ.દાબુ કેળવણી મંડળ સંચાલિત કુસુમ જયેશ ભુલકા ભવન અને ગીતાબેન રમેશભાઈ પટેલ પ્લેસ્કૂલ ગુજરાતી માધ્યમમાં તારીખ ૧૪-૧૫-૧૬/૦૨/૨૪ એ “સ્પોર્ટ્સ ડે” નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોને વિવિધ રમતો લીંબુચમચી, સંગીત ખુરશી, ઝીકઝેક રેસ વીથ કાઉન્ટિંગ ધ બોલ, દોડ અને કપલ દોડ જેવી વિવિધ રમતો બાળકોને રમાડવામાં આવી હતી. જેમાં બાળકોએ ખૂબ ઉત્સાહ અને ઉમંગથી ભાગ લીધો હતો. વિજેતા બાળકોને અમારા વડીલ એવા શ્રી મહેશ કાકા, આચાર્યશ્રી પરવીન બેન દોરડી અને શિક્ષકમિત્રો દ્વારા મેડલ અને શીલ્ડ આપવામાં આવ્યા હતા. શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફને પણ રમતો રમાડવામાં આવી હતી જેમાં વિજેતા બહેનોને પણ શીલ્ડ અને મેડલ આપવામાં આવ્યા હતા.
