સોનગઢ પોલીસ સ્ટેશનના પશુ હેરાફેરીના ગુન્હામાં નાસતા- ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ/પેરોલ- ફર્લો સ્કોર્ડ તાપી
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ એલ.સી.બી. તાપીના ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટરશ્રી એન.જી. પાંચાણીની સુચના અને માર્ગદર્શન હેઠળ પેરોલ-ફર્લો તાપીના પો.સ.ઈ.શ્રી એન.એસ. વસાવા એલ.સી.બી. તાપી તથા પેરોલ-ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ જવાનો સાથે સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અ.હે.કો. ધર્મેશભાઇ મગનભાઇ તથા અ.પો.કો. વિનોદભાઇ ગોકળભાઇને મળેલ સંયુક્ત બાતમી આધારે ઉકાઇ ત્રણ રસ્તા કે.બી.સી. ગેસ્ટ હાઉસની સામેથી સોનગઢ પો.સ્ટે.માં પશુ હેરાફેરીના ગુનામા સંડોવાયેલ નાસતો-ફરતો વોન્ટેડ આરોપી ગોવિંદભાઇ જીરીયાભાઇ વસાવા રહે. સેરૂલા ગામ, મુન્કીયા ફળીયું તા.સોનગઢ, જી.તાપીને તા.૧૮/૦૨/૨૪ ના રોજ પકડી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ કાર્યવાહી અર્થે સોનગઢ પોલીસ સ્ટેશનને સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ :-
પો.સ.ઈ.શ્રી એન.એસ. વસાવા, પેરોલ-ફર્લો તાપી તથા અ.હે.કો. ધર્મેશભાઇ મગનભાઇ તથા અ.પો.કો. અરૂણભાઇ જાલમસીંગભાઇ તથા આ.પો.કો. ઇન્દ્રસીંહ વાલાભાઇ તથા પેરોલ-ફર્લો સ્કોર્ડ તાપીના અ.પો.કો. વિનોદભાઇ ગોકળભાઇ તથા ડ્રા. ASI કરશનભાઇ ગુણવંતભાઇએ કામગીરી કરેલ છે.
