મોબાઈલ ચોરીનો વણશોધાયેલ ગુનો શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : એલ.સી.બી. તાપીના ઈ.ચા. પોલીસ ઈન્સ્પેકટરશ્રી એન.જી.પાંચાણી તથા શ્રી, એન. એસ. વસાવા પોલીસ સબ ઇન્સપેકટર પેરોલ ફર્લો તાપીની સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ ટેકનીકલ સેલના આ.હે.કો. તેજસભાઇ તુલસીરામ તથા અ.પો.કો .વિપુલભાઇ બટુકભાઇ તથા સ્ટાફના બીજા પોલીસ જવાનોએ ટેકનીકલ સોર્સથી મેળવેલ માહિતી આધારે એ.એસ.આઇ.ગણપતભાઇ રૂપસિંગભાઇ એલ.સી.બી. તાપીના પોલીસ જવાનો સાથે ડોલવણ પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમાં નિકળેલ હતા. તે દરમ્યાન એ.એસ.આઇ ગણપતભાઇ રૂપસિંહ તથા અ.પો.કો. રોનકકુમાર સ્ટીવનસનભાઇને મળેલ સંયુકત ખાનગી બાતમી મળેલ કે, “એક વ્યકિત નામે મુકેશભાઇ નારણભાઇ ગામીત રહે.રામપુરાદુર ગામ નિશાળ ફળીયુ તા.ડોલવણ જી.તાપીનો એક બીલ વગરનો શંકાસ્પદ મોબાઇલ વેચવા માટે પલાસીયા ગામ તરફ ફરતો હોવાની બાતમી હકિકત મળતા” જે બાતમી આધારે પલાસીયા ગામ તા.ડોલવણ ખાતે આવતા બાતમીવાળો વ્યકિત હાજર મળી આવતા તેના કબ્જામાં રાખેલ મોબાઇલ બાબતે પુછપરછ કરતા સંતોષકારક જવાબ ન આપતા આરોપી- મુકેશભાઇ નારણભાઇ ગામીત ઉ.વ.૩૫ રહે. રામપુરા દુર નિશાળ ફળીયા તા.ડોલવણ જી.તાપીની પાસેથી એક વિવો કંપનીનો મોડેલ નંબર Y75 એન્ડ્રોઇડ મોબાઇલનો મળી આવેલ જે બાબતે વધુ તપાસ કરતા વાલોડ પો.સ્ટે. જે અંગેનો ગુનો દાખલ થયેલ હોવાની હકિકત જણાઇ આવતા આ મોબાઇલ ફોનની કિ.રૂ.૨૦,૦૦૦/- નો ગણી Cr.PC કલમ ૧૦૨ મુજબ કબ્જે કરી, આરોપીઓ વિરૂધ્ધ Cr.P.C. કલમ- ૪૧(૧) ડી મુજબ કાર્યવાહી કરી આગળની તપાસ ડોલવણ પોલીસ સ્ટેશનને સોંપેલ છે.
કબજે કરેલ મુદ્દામાલ
એક વિવો કંપનીનો મોડેલ નંબર Y75 એન્ડ્રોઇડ મોબાઇલ જેનો IMEI નંબર જોતા (૧) 867104054368016 તથા (૨) 867104054368008 નો જેમાં જિયો કંપનીનો સીમ કાર્ડ નંબર- 9023289911 કિ.રૂ.૨૦,000/-
શોધાયેલ ગુનો
વાલોડ પો.સ્ટે ગુના રજી.નં.૧૧૮૨૪૦૦૨૨૪૦૦૪૯/૨૦૨૪ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુનાઓ રજીસ્ટર થયેલ छे.
કામગીરી કરનાર ટીમ :-
એ.એસ.આઇ ગણપતભાઇ રૂપસિંહ એલ.સી.બી. તાપી તથા અ.પો.કો. વિનોદભાઇ પ્રતાપભાઇ તથા અ.પો.કો. રોનકભાઈ સ્ટીવન્શનભાઈ તથા અ.પો.કો.અરૂણભાઇ જાલમસિંહભાઇ તથા ટેકનીકલ સેલના આ.હે.કો. તેજસભાઇ તુલસીરામ તથા અ.પો.કો. વિપુલભાઇ બટુકભાઈએ કામગીરી કરેલ છે.