‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત ઓલપાડની ભટગામ પ્રાથમિક શાળા દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું

0
IMG-20231001-WA0007
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, સુરત) : 2જી ઓક્ટોબર ગાંધીની જન્મજયંતિની ઉજવણી અન્વયે ‘સ્વચ્છતા હી સેવા’નાં ભાગરૂપે આજરોજ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ભટગામ પ્રાથમિક શાળા દ્વારા ગામમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. શ્રમદાન અંગેનાં નિયત કાર્યક્રમ મુજબ આ ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનમાં ગામનાં સરપંચ શૈલેષભાઈ રાઠોડ, ઉપસરપંચ ઇશ્વરભાઇ પટેલ, ગ્રામ પંચાયત સભ્ય ઉમેશભાઈ રાઠોડ, તલાટી કમ મંત્રી નીલમબેન લાખાણી, આંગણવાડીનાં કાર્યકર બહેનો સહિત ગ્રામજનો જોડાયા હતાં.
આ પ્રસંગે શાળાનાં આચાર્ય વિરલભાઈ પટેલે જણાવ્યું હતું કે આ અભિયાન ભારતને સ્વચ્છ અને કચરામુક્ત બનાવવા માટે ગામડાંનાં છેવાડાનાં લોકોની પ્રતિબદ્ધતાને પ્રતિપાદિત કરશે. આ વિશેષ પ્રસંગે ગ્રામ પંચાયત કચેરી, પ્રાથમિક શાળા, બસ સ્ટેન્ડ, મહાકાળી મંદિર સહિત જાહેર રસ્તાઓની સફાઇનું આયોજન કરવામાં આવ્યું હતું.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *