પ્રેમસંબંધ માં માતા એ પ્રેમીને પામવા ત્રણ બાળકોને તરછોડી દેતા બાળકોની વહારે આવ્યુ જિલ્લા વિવિધ લક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર તાપી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લાના ખુર્દિ ગામે રહેતા એક પરિવારમાં ત્રણ સંતાનની માતાને દેગામા ગામના પરપુરુષ સાથે પ્રેમસંબંધ બંધાતા તે તેના પતિ અને ત્રણ સંતાનોને તરછોડી ત્રણ માસ અગાઉ એ મહિલા પરપુરુષ સાથે ભાગી ગયેલ હતી.

આ કેસમાં મહિલા અને બાળ અધિકારીની કચેરી પ્રેરિત અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશ્યલ વેલ્ફર એકશન વ્યારા સંચાલિત જિલ્લા વિવિધ લક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર તાપીના જિલ્લા કોર્ડીનેટર મધુ/મીનાબેન પરમાર દ્વારા અને મહિલા અને બાળ અધિકારીશ્રી ડૉ. મનિષાબેન મુલતાની મેડમના માગૅદશૅન હેઠળ કાઉન્સિલિંગ કરતા માતા એ ત્રણ ત્રણ બાળકો ને તરછોડી દેતા બાળકો પિતા સાથેજ રહેવા માંગતા હોવાથી બાળકનો કબજો પિતાને સોંપવામાં આવ્યો. અને પિતા એ કહ્યું કે હું મારા બાળકોને માતા અને પિતા બંનેનો પ્રેમ આપી મારા બાળકોની પરવરીશ કરીશ.
આમ બાળકો માટે માતા વીના દયનીય સ્થિતિ ઉભી થઈ ત્યારે જિલ્લા વિવિધ લક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર તાપીના જિલ્લા કોડિંનેટર મધુ / મીનાબેન પરમાર દ્વારા અવાર નવાર આવા સેવાકીય કાર્યો કરતા જોવા મળે છે તેમની કામગીરી બિરદાવવા લાયક છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other