તાપી જિલ્લાના પૂર્વ જીલ્લા વિકાસ અધિકારીશ્રી અને પ્રાદેશિક કમિશ્નરશ્રી નગરપાલિકાઓ સુરતના ડી.ડી.કાપડિયા વ્યારા નગરપાલિકાની મુલાકાતે
વ્યારા નગરપાલિકા તંત્રને વેગવંતુ બનાવવાના પ્રયાસ અને નગરપાલિકાને ઉચ્ચ કક્ષાએ નામના મેળવે તે માટે આયોજન કરવા માર્ગદર્શન પૂરું પાડ્યું
………….
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :, તા.૦૧: તાપી જિલ્લાની વ્યારા નગરપાલિકામાં પ્રાદેશિક કમિશ્નરશ્રી નગરપાલિકાઓ સુરત અને તાપી જિલ્લાના પૂર્વ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી. ડી. કાપડીયા તથા અધિક કલેકટરશ્રી વી.એસ. બાગુલ, કાર્યપાલક ઇજનેરશ્રી કે.એસ.બાગુલ તથા આર.સી.એમ ટીમ દ્વારા નગરપાલિકાના કર્મચારીઓ સાથે નગરપાલિકાની કામગીરીની સમીક્ષા બેઠક કરી હતી. જેમાં નગરપાલિકાના વહીવટી કામોની ચર્ચા કરવામાં આવી તથા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
પ્રાદેશિક કમિશ્નરશ્રી ડી. ડી. કાપડીયાએ વ્યારા નગરપાલિકા સ્ટાફ સાથે બેઠક યોજી તમામ કર્મચારીઓને સુચારુ કાર્યપધ્ધ્તિ તથા પોતાની ફરજો પ્રત્યે જાગૃત રહેવા માટે માર્ગદશન પુરું પાડ્યું હતું. વધુમાં વ્યારા નગરપાલિકાના વિવિધ વિકાસના પ્રકલ્પોમાં મોડલ ફાયર સ્ટેશન માટે ઘટતા ઘટકોના બાંધકામની કામગીરી, એસ.ટી.પી, નવી વસાહતમાં સ્માર્ટ આંગણવાડી તરીકે રીનોવેશનની કામગીરી, સીટી સિવિક સેન્ટર તથા આવાસ યોજના અંર્તગત પ્રગતિ હેઠળના આવાસોની સ્થળ વિઝીટ કરવામાં આવી હતી. તમામ વિકાસના કામો માટે સામાન્ય માનવીની જરૂરિયાત અને પાયાની સગવડોને ધ્યાને રાખી ઝીણવટપૂર્વક કામગીરી કરવા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
આ બેઠકમાં વ્યારાનગર પાલિકાના તમામ અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
0000000
Very good info. Lucoy me I casme across your webnsite byy acciden (stumbleupon).
I’ve book markoed it for later!