આંતરરાષ્ટ્રીય મહિલા હિંસા નાબૂદી દિનની તાપી અભયમ દ્વારા યોજાયેલ જાગૃતિ કાર્યક્રમ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ભારત સરકારશ્રી ના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા 25 નવેમ્બર ને મહિલ હિંસા નાબૂદી દિવસ જાહેર કરવામાં આવેલ છે અભયમ 181 મહિલા હેલપલાઇન તાપી ટીમ દ્વારા વ્યારા ખટાડી ગામમાં રહેતી બહેનો સાથે જાગૃતિ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અભયમ ટીમ તાપી દ્વારા મહિલાઓ, યુવતિઓ અને વિદ્યાર્થીનીઓ ને મહિલાઓ ઉપર થતી સારીરિક, માનસિક, જાતીય અને ઘરેલુ હિંસા સહિત ની હિંસા થી વાકેફ કરી તેના સામે કેવી રીતે બચી સકાય તે બાબતે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કોઈપણ પ્રકારની હિંસા, કામના સ્થળે જાતીય સતામણી, બિન જરૂરી ટેલીફોનીક કોલ મેસેજ થી હેરાનગતિ, છેડતી કે અન્ય પ્રકાર ની હેરાનગતિ મા વિના મૂલ્યે ચો વીસ કલાક કાર્યરત 181 મહિલા હેલપલાઇન નો ઉપયોગ કરવા અનુરોધ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અભયમ મોબાઈલ એપ્લિકેશન નો પોતાના સ્માર્ટ મોબાઈલ મા ડાઉનલોડ કરી મુશ્કેલી ના સમયે અભયમ સેવાઓ ઝડપી મેળવી સકાય છે તે બાબત ની જાણકારી આપવામાં આવી હતી.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other