વન પ્રદેશ ડાંગ જિલ્લામાં માનવતાની મહેંક પ્રસરી
Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : વઘઈ તા. 19 સહાયતા ગ્રૂપ સુરત દ્વારા ડાંગ જિલ્લાનાં શિવારીમાળ ગામ ખાતે વૈદહી આશ્રમની નિરાધાર દીકરીઓને અનાજની કીટ સહિત જીવન જરૂરિયાત વસ્તુઓનું વિતરણ કરી માનવતાની મહેક પ્રસરાવી હતી.
સહાયતા એક સેવાનાં ઉદેશ્ય સાથે સુરતનાં સેવાભાવી સહાયતા ગ્રૂપ દ્વારા ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકામાં સમાવિષ્ટ શિવારીમાળ ગામ ખાતે આવેલ વૈદેહી આશ્રમ ભારતમાતા કન્યા છાત્રાલયમાં રહેતી નિરાધાર તેમજ ગરીબ બાળકીઓ માટે તેલ,મરી મસાલા,નાહવા-ધોવાનાં સાબુ અને સુકો નાસ્તા જેવી જીવન જરૂરીયાતની વસ્તુઓ આપી માનવતાની મહેક પ્રસરાવી હતી. સહાયતા ગ્રૂપ સુરતનાં સેવાભાવી દાતાઓમાં કેતુલ દેસાઈ,રોશન પટેલ,વિશાલ પંડ્યા,પ્રગ્નેશ પટેલ, સહિત વિવેક ઉપાધ્યાયનાઓએ ખરા સમયે સહાયતા એક સેવાનો ઉદેશ્યનાં સૂત્રને સાર્થક કરી સેવા પૂરી પાડતા વૈદહી આશ્રમની નિરાધાર બાળકીઓએ આભાર વ્યક્ત કર્યો હતો
