માંગરોળ મામલતદાર કચેરી ખાતે ચૂંટણી અધિકારીનાં અધ્યક્ષસ્થાને રાજકીય પાર્ટીઓનાં હોદ્દેદારોની ઉમેદવારી પત્રો કેવી રીતે ભરવા એ માટે યોજાયેલી બેઠક
Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીઓ માટે આગામી તારીખ ૮ મી ફેબ્રુઆરીનાં રોજ ઉમેદવારીપત્રો આપવાની કામગીરી શરૂ કરવામાં આવનાર છે. ત્યારે આજે તારીખ ૬ નાં શનિવારે, સવારે ૧૧ કલાકે, માંગરોળ, મામલતદાર કચેરી ખાતે ચૂંટણી અધિકારી આર.જી.ગામીતના અધ્યક્ષસ્થાને માંગરોળ તાલુકાનાં રાજકીય પાર્ટીઓનાં હોદ્દેદારોની એક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં ભાજપ, કોગ્રેસ, બીટીપી અને આમઆદમી પાર્ટીઓ સહિતનાં હોદેદારો હાજર રહ્યા હતા. બેઠકમાં ઉમેદવારીપત્રો કેવી રીતે ભરવા અને સાથે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટો સામેલ કરવા એ અંગેની વિસ્તૃત સમજૂતી આપવામાં આવી હતી.સાથે જ ઉપસ્થિત પાર્ટીઓનાં હોદેદારો તરફથી જે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા એનાં જવાબો આપવામાં આવ્યા હતા.આ બેઠકમાં ચૂંટણી અધિકારીઓ ડી.કે.વસાવા, દિનેશભાઇ પટેલ, નાયબ ચૂંટણી અધિકારીઓ ગીરીશભાઈ પરમાર, દિનેશભાઇ ચૌધરી હાજર રહ્યા હતા. જ્યારે રાજકીય પાર્ટીઓ તરફથી ભરતભાઈ પટેલ, ઈશ્વરભાઈ પરમાર, શામજીભાઈ ચૌધરી, એડવોકેટ બાબુભાઇ ચૌધરી વગેરેઓ હાજર રહ્યા હતા.
