ઉચ્છલ અને નિઝર પોલીસ મથકોમાં ઝડપાયેલ કુલ ૫૯ લાખનાં વિદેશી દારૂનાં મુદ્દામાલનો નાશ કરાયો

0
Screenshot_20210206-170422_WhatsApp
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લાનાં નિઝર તાલુકામાં આવેલ સરવાળા ખાતે આજરોજ પ્રાંત અધિકારીશ્રી, નિઝર, નાયબ પોલીસ અધિક્ષક માવાણી, તાપી જીલ્લા આબકારી અધિક્ષકશ્રી તેમજ નિઝર અને ઉચ્છલ પી.એસ.આઈ.ની હાજરીમાં વર્ષ ૨૦૧૮ થી ૨૦૨૦ દરમિયાન નિઝર અને ઉચ્છલ પોલીસ મથકે ઝડપાયેલ વિદેશી દારૂનાં મુદ્દામાલ ઉપર રોલર ફેરવી નાશ કરાયો હતો. જેમાં ઉચ્છલ પોલીસ મથકમાં ઝડપાયેલ 1,155 બોટલ જેની કિંમત રૂા . ૧૯,૩૭,૬૨૩/- તેમજ નિઝર પોલીસ મથકમાં ઝડપાયેલ 11,979 બોટલ જેની કિંમત કુલ રૂા. ૩૯,૭૬,પ૯૦/- મળી કુલ રૂા . ૫૯,૧૪,૨૧૩/- નાં વિદેશી દારૂનાં મુદ્દામાલ ઉપર રોલર ફેરવી નાશ કરાયો હતો.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other