કચ્છના વહાણે લીધી ઓમાનના દરિયામાં જળસમાધી : વાંચો વિશેષ અહેવાલ
Contact News Publisher


કચ્છના માંડવીનું જહાજ ઓમાનના દરિયામાં ડુબી ગયુ હતુ પણ સદ્ભભાગ્યે તેમાં સવાર દસ ખલાસીઓને ઓમાન નેવીએ બચાવી લીધા છે. આ દુર્ઘટનાને પગલે કચ્છથી ઓમાન સુધી દરિયો ખેડી રહેલા જહાજના દિશા સૂચન અને વાતાવરણ માટે એલર્ટ આપી દેવામાં આવ્યા છે.
ક્ચ્છના માંડવીના મોટા સલાયાનું વહાણ ડૂબવાની દુર્ઘટના ઘટી હતી જેને પગલે ઓમાન નેવી તંત્ર તુરંત જ હરકતમાં આવી ગયુ હતુ અને સમયસર મદદ મોકલાઈ હતી. વહાણમાં ડુબતા 10 ખલાસીઓનો આબાદ બચાવ થઈ ગયો હતો. આ દુર્ઘટના ઓમાનના દરિયામાં ઘટી હતી. ઓમાનના સલાલા બંદર નજીક વહાણ ડુબી રહ્યુ હતુ પરંતુ તુંરત જ ઓમાનની નેવી મદદે આવી હતી અને ડૂબતા વહાણમાંથી 10 ખલાસીઓનો બચાવી લેવામાં આવ્યા હતા.
