ઉચ્છલ ખાતે રૂ. ૧૦.૦૨ કરોડના ખર્ચે નિર્માણ પામનાર અદ્યતન નવીન બસ સ્ટેશનનું સ્થાનિક સ્તરે ખાતમુહૂર્ત

0
વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ અને સામાન્ય નાગરિકોને શ્રેષ્ઠ પરિવહન સુવિધા આપવા સરકાર સંકલ્પબદ્ધ :- આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૬. ​તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના નાગરિકો, વિદ્યાર્થીઓ અને દૈનિક મુસાફરોની સુવિધામાં વધારો કરવા રાજ્ય સરકાર દ્વારા અંદાજે રૂ. ૧૦.૦૨ કરોડના ખર્ચે આર.સી.સી. ફ્રેમ સ્ટ્રક્ચરવાળું નવીન બસ સ્ટેશન નિર્માણ પામશે, જેનું સ્થાનિક સ્તરે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

 

આ નવીન સંકુલમાં મુસાફરોની સરળ અવરજવર માટે ૫ પ્લેટફોર્મ, વેઇટિંગ હોલ, કેન્ટીન, શુદ્ધ પીવાના પાણી માટે આર.ઓ. વોટર રૂમ, પાર્સલ રૂમ, સ્ટોલ તેમજ કંટ્રોલ રૂમ સહિતની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

 

​મહિલાઓ અને બાળકોની સુવિધાને પ્રાધાન્ય આપતા અહીં ખાસ લેડીઝ રેસ્ટરૂમ અને બેબી ફીડિંગ રૂમનું નિર્માણ કરાશે.

 

આ ઉપરાંત, દિવ્યાંગ મુસાફરો કોઈપણ અવરોધ વિના મુસાફરી કરી શકે તે હેતુથી ખાસ શૌચાલય, સ્લોપિંગ રેમ્પ, વ્હીલચેર, ટેક્ટાઇલ ટાઇલ્સ અને બ્રેઇલ સાઇનેજીસ જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવશે.

 

એસ.ટી. નિગમના કર્મચારીઓ માટે પ્રથમ માળે ડ્રાઇવર, કંડક્ટર અને લાઇન ચેકિંગ સ્ટાફ માટે અલાયદા રેસ્ટરૂમ તૈયાર કરવામાં આવશે.

○○○

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *