સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા અસનાડ શાખા દ્વારા અસનાડ પ્રાથમિક શાળાને કોમ્પ્યુટર દાન
તસવીર: વિજય પટેલ

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા.૦૮. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, અસનાડ શાખા તરફથી આજરોજ ગામની જિલ્લા પંચાયત હસ્તકની સરકારી પ્રાથમિક શાળાનાં બાળકોનાં શિક્ષણ માટે કોમ્પ્યુટર દાન કરવામાં આવ્યું. આ કોમ્પ્યુટરની અંદાજિત કિંમત રૂ. ૩૫,૦૦૦ છે. આ દાન શાળાનાં આચાર્યા નીતાબેન ચૌધરીને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાનાં બ્રાન્ચ મેનેજર રિતીનકુમાર ગામીત દ્વારા અર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે બેન્કનાં કર્મચારીઓ અને શાળાનો સ્ટાફ હાજર રહ્યો હતો. આ કોમ્પ્યુટરની મદદથી બાળકોને ડિજિટલ શિક્ષણ મળશે અને તેમનાં શિક્ષણમાં નવો અધ્યાય શરૂ થશે. ઉપશિક્ષક નિલેશ પટેલે શાળા પરિવાર વતી બેંકનો આભાર વ્યક્ત કર્યો હતો.
•○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
