મુખ્યમંત્રી ગ્રામ અસ્મિતા યોજના અંતર્ગત તાલુકા કક્ષાની નિબંધ લેખન તથા વક્તૃત્વ સ્પર્ધા ઓલપાડ મુખ્ય પ્રાથમિક શાળામાં યોજાઈ

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા.૦૬. મુખ્યમંત્રી ગ્રામ અસ્મિતા યોજના અંતર્ગત ઓલપાડ તાલુકા કક્ષાની નિબંધ લેખન તથા વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન ઓલપાડ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં તાલુકાની વિવિધ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓનાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ પોતાનાં ગામ અને દેશની અસ્મિતા, સંસ્કૃતિ, પરંપરા અને ગૌરવશાળી ઇતિહાસ વિષયે પ્રભાવશાળી નિબંધ રજૂ કર્યા હતાં અને વક્તૃત્વ સ્પર્ધામાં પોતાનાં વિચારો ખૂબ જ અસરકારક રીતે રજૂ કર્યા હતાં. આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે વિજય પટેલ (ભટગામ પ્રાથમિક શાળા), રાજેશ પટેલ (ઓલપાડ બ્રાન્ચ પ્રાથમિક શાળા) તથા નવીન ગામીત (અસ્નાબાદ પ્રાથમિક શાળા) એ સેવા બજાવી હતી. બંને નિર્ણાયએ વિદ્યાર્થીઓને સ્પર્ધા બાદ મૂલ્યવાન માર્ગદર્શન આપ્યું હતું.
બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ પ્રેરિત આ સ્પર્ધાની શરૂઆતમાં ઓલપાડનાં કેન્દ્ર શિક્ષક કૈલાશબેન વરાછીયાએ સૌ શિક્ષકો અને સ્પર્ધક વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું હતું. સ્પર્ધાનાં અંતે પરિણામ આ મુજબ જાહેર થયા હતાં. નિબંધ લેખન સ્પર્ધા: પ્રથમ- જીનલ પંકજભાઈ રાઠોડ શ્રી (ઝેડ.એમ.પટેલ વિદ્યાલય, લવાછા), દ્વિતીય- શ્રેયા સતિષભાઈ પટેલ શ્રીમતી (એમ.આર.સી. હાઈસ્કૂલ, દિહેણ), તૃતિય- ઝુવેરિયા ફારૂક શાહ (એમ.આઇ. હાઈસ્કૂલ, ઓલપાડ) તેમજ વક્તૃત્વ સ્પર્ધા: પ્રથમ- એકતા બિપીનભાઈ સરવૈયા (તળાદ વિભાગ માધ્યમિક શાળા, તળાદ), દ્વિતીય- કિંજલ પ્રવિણભાઈ પટેલ (ઝેડ.એમ.પટેલ વિદ્યાલય, લવાછા), તૃતિય- ઈશિકા વિનોદચંદ્ર ગુપ્તા (મહાદેવ શાસ્ત્રી વિદ્યાલય, ઓલપાડ) વિજેતાઓને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વિજય જરગલિયા તથા બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલે અભિનંદન પાઠવ્યા હતાં.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
