સેવા સેતુના માધ્યમથી આઈસીડીએસ વિભાગ દ્વારા નગરજનોને પોષણ અને સ્વાસ્થ્યનો સંદેશ

0
સેવા સેતુના માધ્યમથી આઈસીડીએસ વિભાગ દ્વારા નગરજનોને પોષણ અને સ્વાસ્થ્યનો સંદેશ
Contact News Publisher

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. 06. – પ્રજાજનોને એક જ સ્થળે તમામ સરકારી સેવાઓ અને યોજનાઓનો લાભ મળી રહે તે હેતુથી વ્યારા નગરપાલિકા કક્ષાના યોજાયેલા ‘સેવા સેતુ’ કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ વિભાગની કામગીરી આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત આંગણવાડી કાર્યકર બહેનોએ ઉપસ્થિત નાગરિકોને પોષણ, બાળ સંભાળ અને મહિલા સશક્તિરણ અંગેની વિવિધ યોજનાઓનું સ્થળ પર જ વિગતવાર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

 

ICDS વિભાગના સ્ટોલ પરથી આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા પૌષ્ટિક આહારના મહત્વ વિશે સમજ આપવામાં આવી હતી. જેમાં ટેક હોમ રાશન અંતર્ગત આવતી વિવિધ પોષણક્ષમ યોજનાઓ જેવી કે ‘માતૃશક્તિ’, ‘પૂર્ણા શક્તિ’ અને ‘બાળશક્તિ’ યોજનાઓ અંગે ઊંડાણપૂર્વક સમજણ આપીને લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા.

 

કાર્યક્રમ દરમિયાન ‘મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના’ હેઠળ મળતા તુવેર દાળ, ચણા વગેરે જેવા પૌષ્ટિક અનાજના લાભો વિશે માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત, ઉત્તમ સ્વાસ્થ્ય અને પોષણ માટે મિલેટ્સ (શ્રી અન્ન) નો દૈનિક આહારમાં ઉપયોગ કરવા તેમજ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અંગે પણ લોકોમાં જાગૃતિ ફેલાવવાનો સફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો.

 

સેવા સેતુ કાર્યક્રમ થકી નાગરિકો સુધી સરકારી સહાય અને સ્વાસ્થ્ય-પોષણલક્ષી માર્ગદર્શન સીધું પહોંચાડીને આંગણવાડી કાર્યકર બહેનોએ સરાહનીય યોગદાન આપી રહ્યા છે.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

_______________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *