ઉચ્છલ તાલુકામાં ખેલ મહાકુંભના સમાપન સમારોહમાં રાજ્યકક્ષાના મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે ઉપસ્થિતિ નોંધાવી

અંતિમ દિવસે ૪૦૦થી ૫૦૦ જેટલા રમતવીરોએ વિવિધ એથ્લેટિક્સ સ્પર્ધાઓમાં ઉત્સાહભેર ભાગ લીધો
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. 02. ઉચ્છલ તાલુકા ખાતે રાજ્યકક્ષાના રમત મંત્રી ડૉ. જયરામભાઈ ગામીત ગુરુવારે ખેલ મહાકુંભ સમાપન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં વિવિધ એથ્લેટિક્સની વિવિધ સ્પર્ધાઓ સાથે ઉત્સાહભેર સમાપન થયો હતો.
અંતિમ દિવસે અંદાજે ૪૦૦થી ૫૦૦ જેટલા રમતવીરોએ ગોળાફેંક, બરછી ફેંક, દોડ, લાંબી કૂદ સહિતની વિવિધ સ્પર્ધાઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની રમત પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું.
અંતિમ દિવસે મોટી સંખ્યામાં રમતવીરોની ઉપસ્થિતિથી રમત મેદાન યુવાનોના ઉત્સાહ અને ખેલદિલીથી ગુંજી ઊઠ્યું હતું.
આ પ્રસંગે રમત ગમત રાજ્યકક્ષાના મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે સ્પર્ધા સ્થળે રમતગમતની સામગ્રી, સુવિધાઓ અને આયોજન વ્યવસ્થાનું અવલોકન કરી જરૂરી સૂચનો આપ્યા હતા.
ખેલ મહાકુંભના માધ્યમથી તાલુકાના યુવા રમતવીરોને પોતાની પ્રતિભા દર્શાવવા માટેનું મંચ મળ્યું હતું. રમતવીરો જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ઉચ્છલ તથા તાપી જિલ્લાનું નામ રોશન કરે તેવી શુભકામનાઓ સાથે ખેલ મહાકુંભનો સમાપન થયો હતો.
આ પ્રસંગે તાલુકા અગ્રણીશ્રી અમૃતભાઈ વળવી, તાલુકા પંચાયત પ્રમુખશ્રી નિલેશભાઈ ઢોડીયા, ઉપપ્રમુખશ્રી તાયુબેન, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખશ્રી યાકુબભાઈ તથા ઉચ્છલ તાલુકા ખેલ મહાકુંભના કન્વીનરશ્રી સહિતના આગેવાનો ઉપસ્થિત રહી રમતવીરોને પ્રોત્સાહિત કર્યા હતા. મહાનુભાવોએ વિવિધ સ્પર્ધાઓનું નિરીક્ષણ કરી રમતવીરોને અભિનંદન પાઠવ્યા હતા.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
