જુગલ ગામીત, મોનિકા ગામીત અને તેજસ યાદવના નેતૃત્વમાં ગુજરાતની ટીમે તિરુપતિ બાલાજી ખાતે ગરબાની મચાવી ધૂમ

તિરુપતિ બાલાજી ખાતે યોજાયેલા ગરુડ સેવા બ્રહ્મોત્સવમાં ગુજરાતની સમૃદ્ધ લોકસંસ્કૃતિ અને ગરબાનું ભવ્ય પ્રદર્શન
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૦૨. તા. 21 અને 22 સપ્ટેમ્બર, 2026ના રોજ તિરુપતિ બાલાજીના પવિત્ર ધામ ખાતે યોજાયેલા ગરુડ સેવા બ્રહ્મોત્સવમાં ગુજરાતની ટીમે ગરબાની ભવ્ય અને ઊર્જાસભર રજૂઆત કરી ગુજરાતની સંસ્કૃતિનું ગૌરવપૂર્વક પ્રતિનિધિત્વ કર્યું હતું.

આ સમગ્ર ટીમનું નેતૃત્વ અને સંકલન આરંભ ડોડિયા ક્લાસિસના જુગલ ગામીત, શિવાન્યા એકેડમીની મોનિકા ગામીત અને સંસ્કૃતિ એકેડમીના તેજસ યાદવ દ્વારા કરવામાં આવ્યું હતું. ટીમના ઉત્કૃષ્ટ પ્રદર્શન, જોશ અને ઊર્જાથી પ્રભાવિત થઈ આયોજકો દ્વારા ટીમની વિશેષ પ્રશંસા કરવામાં આવી તથા સન્માન પણ કરવામાં આવ્યું હતું.

ટીમમાં મોનીકાબેન જે. ગામીત, જુગલ જે. ગામીત, તેજસ યાદવ અને ધ્રુમાક્ષકુમાર ગામીત, નિકુલ લોઢે, કલ્પેશ પરદેશી, આદિત્ય સાસત્યા, ચારમી ઢોડિયા, રાખી સુથાર, જયવર્ધન ગામીત, તેજસ્વીની ગામીત, પાર્થ ગામીત, વિદ્યા મોરે, ઉર્વશી સૈંદાણે, જીગ્નેશ ગામીત, મોનિકા વિ. ગામીત, જીગ્ના રાઠોડ, નેહા રાઠોડ, કૈલાસ યાદવ, પૂજા યાદવ, રાજેશ મકવાણાએ ભાગ લીધો હતો.

જુગલ એન્ડ મોનિકા ગામીતને સર્ટિફિકેટ ઓફ એપ્રિસીએશન સાથે ગુજરાતથી દૂર તિરુપતિ બાલાજીના પવિત્ર ધામમાં ગરબાની ગુંજ પહોંચાડવી સમગ્ર ટીમ માટે ગૌરવ અને યાદગાર ક્ષણ બની રહી છે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
