વિધાનસભાના દંડક શ્રી વિજયભાઈ પટેલે વ્યારાની સીંગી પ્રાથમિક શાળા ખાતે શ્રમદાન કર્યું

સેવા સમુદાન સ્વચ્છતા એક કલાક(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૦૧. સ્વચ્છતા હી સેવા–2026 અંતર્ગત આજ રોજ વ્યારા નગરપાલિકા વિસ્તારમા “એક દિવસ એક કલાક, એક સાથે” સ્વચ્છતા માટે શ્રમદાન અભિયાન યોજાયું હતું.
આ પ્રસંગે સ્થળ સીંગી પ્રાથમિક શાળા ખાતે મુખ્ય ઉપસ્થિતિ તરીકે વિધાનસભાના દંડક શ્રી વિજયભાઈ પટે, ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણી, કારોબારી સમિતિ ચેરમેનશ્રી તેજસભાઇ પંચાલ, ચીફ ઓફિસરશ્રી વંદના ડોબરિયા, આરોગ્ય સમિતિ ચેરમેનશ્રી દૃષ્ટિબેન અલમોલા તથા નગરપાલિકાના અન્ય પદાધિકારીઓ અને પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં સ્વચ્છતા માટે શ્રમદાન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ દરમિયાન નગરની સ્વચ્છતામાં અગત્યનું યોગદાન આપનાર સફાઈકર્મીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ ઉપસ્થિત સૌએ સ્વચ્છતા જાળવવા તથા નાગરિકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવાનો સંકલ્પ કર્યો હતો.
“સ્વચ્છ વ્યારા – સુંદર વ્યારા”ના સંકલ્પને સાકાર કરવા નાગરિકોને પણ સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બની શ્રમદાન કરવા વ્યારા નગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી હતી.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
