ચોર્યાસી તાલુકાની ૧૩૭ આંગણવાડીઓમાં ધામધૂમથી આંગણ ઉત્સવ ઉજવાયો

0
ચોર્યાસી તાલુકાની ૧૩૭ આંગણવાડીઓમાં ધામધૂમથી આંગણ ઉત્સવ ઉજવાયો
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા. ૦૧. સુરત જિલ્લાનાં ચોર્યાસી તાલુકાની તમામ ૧૩૭ આંગણવાડી કેન્દ્રો ખાતે “આંગણ ઉત્સવ”ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આંગણવાડી કેન્દ્રોમાં બાળકો માટે આનંદમય વાતાવરણ ઊભું કરવા ઉપરાંત તેમનાં સર્વાંગી વિકાસ, પોષણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ અંગે જાગૃતિ લાવવાનો હતો. સંબંધિત વિભાગનાં અધિકારીઓનાં માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ ઉત્સવમાં તાલુકાનાં વિવિધ આગેવાનો, અધિકારીઓ, પદાધિકારીઓ તથા આરોગ્ય વિભાગનાં કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમમાં તાલુકા પ્રમુખ, ઉપપ્રમુખ, તાલુકા પંચાયતના સભ્યો, બાળ વિકાસ યોજના અધિકારી, મુખ્ય સેવિકાઓ, મહિલા મોરચાનાં પ્રમુખ તથા સભ્યો, નગરપાલિકાનાં સભ્યો, વિવિધ ગામોનાં સરપંચો-ઉપસરપંચો તેમજ આરોગ્ય વિભાગની FHW બહેનો અને તલાટીઓ સહિતનાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.

આ પ્રસંગે ICDS યોજના હેઠળ લાભાર્થીઓને મળતી વિવિધ સેવાઓ અંગે પણ માહિતી આપવામાં આવી હતી. બાળકો અને માતાઓને પોષણ, આરોગ્ય, પૂર્વ પ્રાથમિક શિક્ષણ તથા આંગણવાડી કેન્દ્રો દ્વારા આપવામાં આવતી વિવિધ સેવાઓનો લાભ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમનાં અંતિમ ચરણમાં આંગણવાડી કેન્દ્રોનાં કાર્યકર્તા બહેનો તથા કર્મચારીઓની સેવાઓની પ્રશંસા કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમને શાલ ઓઢાડીને તથા પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં.

સમગ્ર કાર્યક્રમ દરમિયાન બાળકો, વાલીઓ, આંગણવાડી કાર્યકરો તથા ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ચોર્યાસી તાલુકાની ૧૩૭ આંગણવાડી કેન્દ્રોમાં યોજાયેલા “આંગણ ઉત્સવ”થી સમગ્ર તાલુકામાં બાળમૈત્રી અને ઉત્સવમય વાતાવરણ સર્જાયું હતું.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *