આંગણવાડી કેન્દ્ર બન્યું માતા અને બાળકના પોષણ-આરોગ્યની કાળજીનું કેન્દ્ર 

0
આંગણવાડી કેન્દ્ર બન્યું માતા અને બાળકના પોષણ-આરોગ્યની કાળજીનું કેન્દ્ર 

માતૃશક્તિના લાભાર્થી એલિસાબેન ગામીત

Contact News Publisher

‘માતૃશક્તિ’ યોજનાનો લાભ મેળવી સોનગઢના એલિસાબેન માતા-બાળકના આરોગ્યની ચિંતામાંથી મુક્ત થઈ 

— 

સાડદુન સેવાસેતુ કાર્યક્રમમાં પોષણયુક્ત આહાર સાથે માતા અને બાળકની સંભાળ અંગે આંગણવાડી દ્વારા માર્ગદર્શન 

—

(માહિતી બ્યૂરો દ્વારા, તાપી) : તા.૨૯ – તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સરકારી યોજનાઓનો લાભ છેવાડાના લાભાર્થીઓ સુધી પહોંચે ત્યારે તેનો સીધો લાભ પરિવારના આરોગ્ય અને જીવનધોરણમાં જોવા મળે છે. આવી જ રીતે, સાદડુન-૨ આંગણવાડી કેન્દ્ર ખાતે ‘માતૃશક્તિ’ યોજનાનો લાભ મેળવી રહેલા ધાત્રી માતા એલિસાબેન ગામીત માટે આ યોજના માતાના પોષણની સાથે તેમના બાળકના આરોગ્ય અને યોગ્ય વિકાસ માટે પણ ઉપયોગી બની રહી છે.

 

આ તકે એલિસાબેન ગામીતે જણાવ્યું કે, બાળકના જન્મ બાદ માતા અને શિશુ બંનેના સ્વાસ્થ્ય તથા યોગ્ય પોષણની જરૂરિયાત ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. આંગણવાડી કેન્દ્ર દ્વારા ‘માતૃશક્તિ’ યોજના હેઠળ દર મહિને પોષણયુક્ત આહારના ૪ પેકેટ આપવામાં આવે છે. પ્રોટીન અને જરૂરી પોષક તત્વોથી ભરપૂર આ આહાર માતાના સ્વાસ્થ્યને જાળવવામાં મદદરૂપ થાય છે. સાથે જ, માતાના પોષણની યોગ્ય કાળજી લેવાથી બાળકના સ્વાસ્થ્ય અને વિકાસમાં પણ સકારાત્મક અસર થાય છે.

 

રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી ‘માતૃશક્તિ’ યોજના તેમના જેવા અનેક ધાત્રી માતાઓ માટે સહાયક બની રહી છે. આંગણવાડી કેન્દ્ર દ્વારા મળતા પોષણયુક્ત આહાર અને માર્ગદર્શનથી માતાને પોતાના આરોગ્યની સાથે બાળકના પોષણ અને સંભાળ અંગે પણ જરૂરી સમજ મળે છે. તે બદલ પોતાના અને પોતાના બાળકના આરોગ્ય અને પોષણની ચિંતા કરવા બદલ તેમણે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

 

‘માતૃશક્તિ’ યોજનાનો લાભ માત્ર માતાને પોષણયુક્ત આહાર પૂરો પાડવા પૂરતો સીમિત નથી, પરંતુ આંગણવાડી કેન્દ્રના માધ્યમથી માતા અને બાળક બંનેના આરોગ્ય, પોષણ અને સંભાળ અંગે સતત માર્ગદર્શન આપવામાં આવે છે. આ રીતે માતાના સ્વાસ્થ્યને મજબૂત બનાવવાની સાથે બાળકના તંદુરસ્ત વિકાસ માટે પણ પાયારૂપ કાળજી લેવામાં આવી રહી છે.

 

નોંધનીય છે કે, સાદડુન ખાતે યોજાયેલા ‘સેવા સેતુ’ કાર્યક્રમ દરમિયાન આંગણવાડી કાર્યકર તરીકે ગ્રામજનોને વિવિધ પોષણલક્ષી યોજનાઓ અંગે જાગૃત કરનાર સંગીતાબેન ગામીતે જણાવ્યું કે, તેમની ટીમ દ્વારા ગ્રામજનોને ‘બાલ શક્તિ’, ‘માતૃ શક્તિ’ અને ‘પૂર્ણા શક્તિ’ જેવી યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ખાસ કરીને માતા અને બાળકના પોષણ તથા આરોગ્યની કાળજી માટે ઉપલબ્ધ સેવાઓ અંગે લાભાર્થીઓને સમજ આપવામાં આવી હતી.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *