ઉંચામાળા ખાતે યોજાયેલા ફુટબોલ ટુર્નામેન્ટમાં પાવર હાઉસ એફ.સી. વ્યારા વિજેતા બન્યું

તાપી જિલ્લાના ગ્રામીણ અને ખાસ કરીને આદિવાસી વિસ્તારના યુવાનોમાં ફુટબોલની રમત પ્રત્યે ભારે ઉત્સાહ જોવા મળ્યો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૮. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ઉંચામાળા મહુડી ફળિયાના ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી બે દિવસીય ફુટબોલ ટુર્નામેન્ટની રોમાંચક ફાઇનલ મેચમાં પાવર હાઉસ એફ.સી. વ્યારાની ટીમે યુ.કે. એફ.સી. ઉમરખાડીને હરાવીને ચેમ્પિયનશિપ ટ્રોફી પોતાના નામે કરી હતી. બંને ટીમો વચ્ચે કડક ટક્કર બાદ પેનલ્ટી શૂટ આઉટમાં પાવર હાઉસ એફ.સી. વ્યારાએ ૪-૧થી શ્રેષ્ઠ પ્રદર્શન કરી શાનદાર વિજય મેળવ્યો હતો.
નોંધનીય છે કે, ગ્રામીણ અને ખાસ કરીને આદિવાસી વિસ્તારના યુવાનોમાં ફુટબોલની રમત પ્રત્યે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, જેના પરિણામે કુલ ૨૨ જેટલી ટીમોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ ખેલાડીઓને રમતગમત ક્ષેત્રે આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
તા. ૨૬ સેપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ શરૂ થયેલી આ ટુર્નામેન્ટનો પ્રારંભ ઉંચામાળાના સરપંચશ્રી શૈલેશ ચૌધરી, તાલુકા પંચાયત સભ્યશ્રી તેમજ ગામના વડીલો અને અગ્રણી મહાનુભાવોની ખાસ હાજરીમાં થયો હતો.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
