બાળકોના સર્વાંગી વિકાસ, પોષણ તથા માતા-બાળ આરોગ્ય માટે આંગણવાડી કેન્દ્રની કામગીરીની પ્રશંસા કરતા ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણી 

0
બાળકોના સર્વાંગી વિકાસ, પોષણ તથા માતા-બાળ આરોગ્ય માટે આંગણવાડી કેન્દ્રની કામગીરીની પ્રશંસા કરતા ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણી 
Contact News Publisher

ડોલવણ ખાતે “આંગણ મિલન સેવા” કાર્યક્રમ યોજાયો

—

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૨૮ :- મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર તથા સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત શનિવારે ડોલવણ-૫ ખાતે “આંગણ મિલન સેવા” કાર્યક્રમ ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.l

ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણીએ આંગણવાડી કેન્દ્રોની કામગીરીની પ્રશંસા કરી બાળકોના સર્વાંગી વિકાસ, પોષણ તથા માતા-બાળ આરોગ્ય માટે તેની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે વિચારો વ્યક્ત કર્યા હતા.

 

કાર્યક્રમ દરમિયાન આંગણવાડી કેન્દ્ર મારફતે બાળકો, સગર્ભા મહિલાઓ, ધાત્રી માતાઓ તથા અન્ય લાભાર્થીઓને આપવામાં આવતી પોષણ, આરોગ્ય અને બાળ વિકાસલક્ષી સેવાઓ તથા યોજનાકીય લાભો અંગે માહિતી આપવામાં આવી હતી.

 

આ પ્રસંગે જન્મથી તંદુરસ્ત તથા ગ્રેડ ચેન્જ થયેલા બાળકોને પ્રોત્સાહક ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ લાભાર્થીઓને THRનું વિતરણ કરાયું હતું. આંગણવાડી કેન્દ્રની કામગીરીમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર આંગણવાડી કાર્યકર, તેડાગર/હેલ્પર તથા આશા વર્કર બહેનોને પ્રશંસનીય કામગીરી બદલ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આંગણવાડી દ્વારા કરવામાં આવતી શ્રેષ્ઠ કામગીરી બદલ મુખ્યમંત્રીશ્રીનો શુભેચ્છા સંદેશ લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યા હતા.

 

આંગણ મિલન સેવા કાર્યક્રમના માધ્યમથી લાભાર્થીઓ અને વાલીઓમાં પોષણ, આરોગ્ય તથા બાળ વિકાસલક્ષી સેવાઓ અંગે વધુ જાગૃતિ આવે અને યોજનાઓનો લાભ અસરકારક રીતે પહોંચે તે માટે સંવાદ કરવામાં આવ્યો હતો. અંતે ઉપસ્થિત મહાનુભાવોએ બાળકો, વાલીઓ, લાભાર્થીઓ, આંગણવાડી કાર્યકરો, તેડાગર/હેલ્પર તથા આશા વર્કર બહેનો સાથે સંવાદ કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

 

કાર્યક્રમમાં કારોબારી અધ્યક્ષશ્રી નીરવભાઈ ગામીત, કારોબારી અધ્યક્ષશ્રી પીનલભાઈ ગામીત, જિલ્લા સંગઠન મંત્રીશ્રી કુમુદબેન ચૌધરી, સરપંચશ્રી ઉષાબેન ચૌધરી, મહિલા મોરચા સભ્યશ્રી નિલેશ્વરીબેન ચૌધરી, મહિલા મોરચા કારોબારી સભ્યશ્રી જીગ્નેશભાઈ ચૌધરી,ગ્રામ પંચાયત સભ્યશ્રી રેખાબેન ચૌધરી,આઈસીડીએસ વિભાગના અધિકારી અને કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________†

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *