એલ.કે. પટેલ રક્તદાન કેન્દ્ર વ્યારા ખાતે સેવા મેરા યોગદાન અંતર્ગત સ્વૈછીક રક્તદાન શિબિર યોજાઈ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૭. આજ રોજ તા.૧૭-૦૯-૨૦૨૬ ના રોજ સેવા મેરા યોગદાન અંતર્ગત સ્વૈછીક રક્તદાન શિબિર જનક સ્મારક હોસ્પિટલ વ્યારા એલ.કે. પટેલ રક્તદાન કેન્દ્ર વ્યારા ખાતે આયોજન થયું હતું. જેમાં જનક સ્મારક હોસ્પિટલ ખાતે જીલ્લા પંચાયત પ્રમુખશ્રી તાપી શ્રીમતિ ચંચલબેન ચૌધરી, અધ્યક્ષશ્રી જાહેર આરોગ્ય સમિતિ જીલ્લા પંચાયત તાપી શ્રીમતિ રેખાબેન ગામીત, જનક સ્મારક હોસ્પિટલનાં ઉપપ્રમુખ ડો. અરવિંદ પટેલ, જનક સ્મારક હોસ્પિટલ નાં માનદ મંત્રી શ્રી આયુષ શાહ, જનક સ્મારક હોસ્પિટલ નાં સહમંત્રી શ્રી પ્રગ્નેશ શાહ, જનક સ્મારક હોસ્પિટલ ટ્રસ્ટીગણ, જીલ્લા ક્ષય અધિકારીશ્રી તાપી ડો.રાજુભાઈ એમ.ચૌધરી, તાલુકા આરોગ્ય અધિકારીશ્રી વ્યારા ડો. પ્રણય પટેલ, મેડીકલ ઓફિસર જીલ્લા ક્ષય કેન્દ્ર વ્યારા ડો.અભિષેક ચૌધરી, મેડીકલ ઓફિસર એ.આર.ટી. વ્યારા ડો.નિરવ ગામીત વહીવટી અધિકારીશ્રી જનરલ હોસ્પિટલ વ્યારા શ્રી ભાવેશભાઈ સોલંકીના દ્વારા દીપ પ્રાગટ્ય કરીને રક્તદાન શિબિરની શરૂઆત કરવામાં આવેલ હતી. અને આ સ્વૈછીક રક્તદાન શિબિર ને સફળ બનાવવા માટે સૌને અપીલ કરવામાં આવી હતી.
તદુપરાંત માંલીબા રક્તદાન કેન્દ્ર ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી તાપી જિલા ખાતે પણ સ્વૈછીક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તાપી જીલ્લાના ભાજપ નાં મહામંત્રી શ્રી મૃણાલ જોશી તાપી જીલ્લાનાં ભાજપ ના કારોબારી સભ્યશ્રી રાકેશભાઈ કાચવાલા, તથા માલીબા રકતદાન કેન્દ્રના ટ્રસ્ટીઓ તથા સભ્યોની હાજરીમાં દીપ પ્રાગટ્ય કરીને રક્તદાન શિબિરને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
