પાંચપીપળા ગામે ફરતા દવાખાના દ્વારા બળદના શિંગડાની સફળ સર્જરી કરી જીવ બચાવ્યો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૮. તાપી જિલ્લાના અંતરયાળ વિસ્તાર માં કાર્યરત ૧૦ ગામ દીઠ ફરતું દવાખાનું પાંચપીપળા લોકેશન પર ગામના સંદીપભાઈ ચૌધરીનો બળદના તૂટી ગયા શિંગડાની ફરિયાદ લઈ ને ગયા હતા. લોકેશન પર કાર્યરત ડો ભાવિન અને પાયલટ નિકુંજભાઈ એમ્બ્યુલન્સ લઈ ને તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોચ્યા હતા, બળદ ને જોતાં એની તાત્કાલિક સર્જરી કરવી પડે એમ હતી, આમ ઘટના સ્થળ ઉપર જ ડો ભાવિન અને પાયલટ નિકુંજભાઈ સાથે મળીને બળદની સફળ સર્જરી કરી હતી અને બળદનો જીવ બચાવ્યો હતો. આ માટે સંદીપભાઈ ચૌધરી અને ગામના લોકો એ તાત્કાલિક, નિ:શુંલ્ક અને સમયસર સારવાર મળવા બદલ રાજ્યના પશુપાલન વિભાગ અને EMRI GREEN HEALTH SERVICES સંસ્થા અને ડો. ભાવિન , પાયલટ નિકુંજભાઈનો આભાર માન્યો હતો.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
