માછલીઘરની બનાવટ અને એનો વ્યવસ્થાપન અંગે કૌશલ્યવર્ધન હેન્ડ્સ-ઓન ટ્રેનિંગ કાર્યક્રમનું આયોજન 

0
માછલીઘરની બનાવટ અને એનો વ્યવસ્થાપન અંગે કૌશલ્યવર્ધન હેન્ડ્સ-ઓન ટ્રેનિંગ કાર્યક્રમનું આયોજન 
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૮. સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનું યુનિવર્સિટી, ઉકાઈ દ્વારા જનજાતિ વિસ્તારના ભાઈઓ માછલીઘર (Aquarium) બનાવટ અને તેના વ્યવસ્થાપન અંગે વ્યવહારુ જ્ઞાન અને કૌશલ્ય પ્રદાન કરવા માટે હેન્ડ્સ-ઓન ટ્રેનિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

 

આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય જનજાતિ વિસ્તારના લોકોને માછલીઘરની બનાવટ અને એનું વ્યવસ્થાપન અંગે જરૂરી કૌશલ્ય વિકસાવીને તેમને સ્વરોજગાર અને આવકના નવા અવસર સાથે જોડવાનો છે.

 

આ તાલીમમાં ઉકાઈ વિસ્તારના આશરે કોઠવાડિયા સમાજના કુલ ૧૫ ભાઈઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ પોતાના હાથે માછલીઘરની બનાવટની પ્રાયોગિક તાલીમ મેળવી.

 

કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે શ્રી મિશ્રાજી ( એકલ કાર્યાલય/ વ્યવસ્થાપન પ્રમુખ) અને શ્રી નૈતિકજી દૂબે (સ્વતંત્ર વ્યાવસાયિક) ઉપસ્થિત રહ્યા હતા. વિષય નિષ્ણાતો હાર્દિક સિકોતોરિયા અને કુલદીપ પીઠિયા દ્વારા ઉપસ્થિત તાલીમાર્થીઓને આ બાબતનું માર્ગદર્શન આપવામાં આવેલ હતું.

 

આ પ્રકારની કૌશલ્ય આધારિત તાલીમ દ્વારા જનજાતિ વિસ્તારના યુવાનો અને મહિલાઓને કૌશલ્ય, સ્વરોજગાર અને આત્મનિર્ભરતા તરફ આગળ વધવાની નવી દિશા મળે છે.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *