રાજ્યના રમત મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે સોનગઢમાં સ્વચ્છતાનો સંદેશ આપતા શ્રમદાન કર્યું

0
રાજ્યના રમત મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે સોનગઢમાં સ્વચ્છતાનો સંદેશ આપતા શ્રમદાન કર્યું
Contact News Publisher

‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૬’ અંતર્ગત જય વિજય હનુમાન મંદિર પરિસરમાં સફાઈ અભિયાન અને વૃક્ષારોપણ

— 

સોનગઢ-ઉચ્છલ સરકારી હોસ્પિટલની મુલાકાત લઈ રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે દર્દીઓના હાલચાલ પૂછ્યા

— 

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) :  તા. ૧૭. :- વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જાહેર જીવન અને સેવા કાર્યકાળનાં ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત સોનગઢ નગરપાલિકા વિસ્તારમાં જય વિજય હનુમાન મંદિર ખાતે ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૬’ અંતર્ગત વિશેષ સફાઈ ઝુંબેશ યોજાઈ હતી. જેમાં રાજ્યના રમતગમત અને પ્રવાસન મંત્રી ડૉ. જયરામભાઈ ગામીત સહભાગી થઈ શ્રમદાન કરી સ્વચ્છતાનો સંદેશ પાઠવ્યો હતો.

 

સ્વચ્છ ભારત મિશન-શહેરી 2.0 અંતર્ગત યોજાયેલા આ અભિયાનમાં મંત્રીશ્રી સાથે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ચંચળબેન ચૌધરી, જિલ્લા અગ્રણીશ્રી સુરજભાઈ વસાવા, નગરપાલિકા પ્રમુખશ્રી સારિકાબેન પાટીલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બુગાલિયા, નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી સહદેવસિંહ વનાર સહિતના તંત્રના અધિકારીઓ-કર્મચારીઓ અને સ્થાનિક જનપ્રતિનિધિશ્રીઓએ મંદિર પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું.

 

ત્યારબાદ રાજ્યકક્ષાના મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે સૌ મહાનુભાવો સાથે સોનગઢ અને ઉચ્છલ સરકારી હોસ્પિટલની મુલાકાત લઈ સારવાર લઈ રહેલા દર્દીઓના હાલચાલ પૂછ્યા હતા. તેમણે દર્દીઓ સાથે સંવાદ કરી તેમના સ્વાસ્થ્ય અંગે તબીબો પાસેથી જરૂરી માહિતી મેળવી હતી. આ તકે રાજ્યમંત્રીશ્રીએ દર્દીઓને ફળફળાદિનું વિતરણ કરી તેમના સારા સ્વાસ્થ્યની શુભેચ્છા પાઠવી હતી.

 

0000

 

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *