ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા નવનિયુક્ત જિલ્લા પ્રમુખનું અભિવાદન

0
ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા નવનિયુક્ત જિલ્લા પ્રમુખનું અભિવાદન
Contact News Publisher

શિક્ષક હિત માટે આપણું સંગઠન હંમેશા કટિબદ્ધ રહેશે: બળદેવ પટેલ

 

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા. ૧૧. સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં નવનિયુક્ત પ્રમુખ બળદેવભાઈ જગજીવનભાઈ પટેલ (કુંદિયાણા પ્રાથમિક શાળા તા.ઓલપાડ) નું ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આજરોજ અભિવાદન કરવામાં આવ્યું હતું. ઓલપાડ ખાતે આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોર સહિત હોદ્દેદારો અને સભ્યોએ પ્રમુખ બળદેવભાઈ પટેલને પુષ્પગુચ્છ અર્પણ કરી શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. નવનિયુક્ત પ્રમુખે તમામ શિક્ષકોનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે શિક્ષક હિત માટે તેઓ હંમેશા કટિબદ્ધ રહેશે અને સંગઠનને વધુ મજબૂત બનાવવા પ્રયત્નશીલ રહેશે. આ પ્રસંગે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પૂર્વ પ્રમુખ કિરીટભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *