Stem Quiz સ્પર્ધાના 28 વિજેતાઓને જિલ્લા લોક વિજ્ઞાન કેંદ્રના માધ્યમથી ગુજકોસ્ટ ગાંધીનગર દ્વારા સેમસંગ 5G ટેબલેટ પુરસ્કાર સ્વરૂપે અપાયા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૪. Stem Quiz સ્પર્ધાના તાપી જિલ્લાના 28 વિજેતાઓને જિલ્લા લોક વિજ્ઞાન કેંદ્રના માધ્યમથી ગુજકોસ્ટ ગાંધીનગર દ્વારા 29999 રૂપિયાનું સેમસંગ કંપની ટેબલેટ A 11 5G પુરસ્કાર રુપે આપવામા આવ્યા.
ગુજકોસ્ટ ગાંધીનગર પ્રેરિત તમામ જિલ્લા લોક વિજ્ઞાન કેંદ્ર દ્વારા Stem Quiz 4.0 નુ આયોજન ડીસેમ્બરમા રજીસ્ટ્રેશન અને ત્યારબાદ પરિક્ષા યોજી જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ ૨૭ બાળકોને રાજ્ય કક્ષાએ પસંદગી કરવામા આવેલ હતા જેમા ૨ કરોડથી વધુના ઇનામો આપી બાળકોમા ટેક્નોલોજી સહિત ગણિત-વિજ્ઞાન વિષય પ્રત્યે રસ રૂચી વધેના અભિગમ સાથે તાપી જિલ્લાની ૧૪૦ માધ્યમિક શાળાઓમાથી ૩૫૦૦૦ બાળકોનુ online stem quiz મા રજીસ્ટ્રેશન કરાવાયુ હતુ. જેમા સાત તાલુકાના સમાવિષ્ઠ તમામ શાળાના બાળકોએ ભાગ લીધા બાદ ૨૦ ગુણની એલીમીનેટરી ટેસ્ટ લઈ તેઓનુ જ્ઞાન ચકાસી તાલુકા દિઠ શ્રેષ્ઠ બાળકોની પસંદગી કરવામા આવી હતી. તેઓને જિલ્લા કક્ષાએ તૈયારી કરાવી દરેકને ક્વોન્ટમ કિટ આપવામા આવી અને ઝોન કક્ષાએ સાત જિલ્લામા ભાગ લેવડાવ્યો હતો. ત્યાર બાદ દરેક તાલુકા મુજબ શ્રેષ્ઠ ૨ બાળકોની પસંદગી કરી તેઓને રાજ્યકક્ષાએ ૧૪ જુનિયર અને ૧૪ સિનિયર આમ ૨૮ બાળકોને ટેબ્લેટ પુરસ્કારો જિલ્લા લોક વિજ્ઞાન કેંદ્ર્ના ડાયરેક્ટર કેતન શાહ દ્વારા વિતરીત કરવામા આવ્યા હતા.
●●○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
