માછીમારો અને સ્થાનિક નિવાસીઓ માટે નિઃશુલ્ક હોમિયોપેથીક મેડિકલ કેમ્પ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૧. સી. એન. કોઠારી હોમિયોપેથીક મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર, વ્યારા સંચાલિત કાલિદાસ હોસ્પિટલ, વ્યારા તથા સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી ઉકાઈ, કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે આજે માછીમારો અને સ્થાનિક નિવાસીઓ માટે નિઃશુલ્ક હોમિયોપેથીક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પ દરમિયાન કુલ ૪૦ જેટલા માછીમારો તથા અન્ય સ્થાનિક દર્દીઓની આરોગ્ય તપાસ તબીબી ટીમ દ્વારા કરવામાં આવી હતી.
કેમ્પમાં ડૉ. ભાવના મેડમ તથા ડૉ. વિભૂતિ મેડમ દ્વારા દર્દીઓની તપાસ કરવામાં આવી તેમજ જરૂરી હોમિયોપેથીક દવાઓ નિઃશુલ્ક આપવામાં આવી હતી.
માછીમારો અને સ્થાનિક લાભાર્થીઓ માટે આરોગ્ય જાગૃતિ તથા તબીબી સેવાઓ ઉપલબ્ધ કરાવવાના આ પ્રયાસને ઉપસ્થિત સૌએ આવકાર્યો હતો. આવા આરોગ્યલક્ષી કેમ્પો દ્વારા માછીમાર સમુદાયને નિયમિત અને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓનો લાભ મળે તે માટે સંસ્થાઓ દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 https://play.google.com/store/apps/details?id=in.aaaos.gujaratraksha
_______________
