રાજ્યકક્ષાના રમતગમત મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે રૂ. ૮.૭૭ કરોડના ખર્ચે નિર્માણ પામેલ સોનગઢ તાલુકા રમત સંકુલનું ઉદ્ધાટન કર્યું

0
રાજ્યકક્ષાના રમતગમત મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે રૂ. ૮.૭૭ કરોડના ખર્ચે નિર્માણ પામેલ સોનગઢ તાલુકા રમત સંકુલનું ઉદ્ધાટન કર્યું
Contact News Publisher

મંત્રીશ્રીએ કહ્યું, સોનગઢ રમત સંકુલ રમતવીરો માટે તાલીમ, અભ્યાસ અને પ્રતિભા વિકાસની નવી તકો ઊભી કરશે

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૨૧. :- ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા તાપી જિલ્લાના સોનગઢ ખાતે રૂ. ૮.૭૭ કરોડના આયોજિત ખર્ચે નિર્માણ પામેલ અદ્યતન સોનગઢ તાલુકા રમત સંકુલનું શુક્રવારે રાજ્યકક્ષાના રમતગમત મંત્રી ડો. જયરામભાઈ ગામીતે ઉદ્ઘાટન કર્યુ હતુ.

 

આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી ડો. જયરામભાઈ ગામીતે જણાવ્યું કે, રાજ્યના ગ્રામીણ અને આદિવાસી વિસ્તારના નવયુવા રમતવીરોને ઘરઆંગણે જ અત્યાધુનિક સુવિધાઓ પૂરી પાડવા સરકાર કટિબદ્ધ છે. રમતના મેદાન થકી યુવાનોમાં શિસ્ત, આત્મવિશ્વાસ, ટીમ ભાવના અને નેતૃત્વ જેવા ગુણોનો વિકાસ થાય છે. સોનગઢ ખાતે નિર્મિત આ સુવિધા રમતવીરો માટે તાલીમ, અભ્યાસ અને પ્રતિભા વિકાસની નવી તકો ઊભી કરશે.

 

આ અદ્યતન રમત સંકુલમાં ખેલાડીઓના માટે આધુનિક ઇન્ડોર મલ્ટીપર્પઝ હોલ, વોલીબોલ-કબડ્ડી-ખો-ખો કોર્ટ, ૨૦૦ મીટરનો મડીએથ્લેટિક ટ્રેક તેમજ ગ્રાસી ફુટબોલ ગ્રાઉન્ડ સહિતની સુવિધા સાથે આ સંકુલ વિકસાવવામાં આવ્યુ છે. આ સુવિધાઓથી સોનગઢ સહિત સમગ્ર તાપી જિલ્લાના રમતવીરોને વિવિધ રમતોમાં નિયમિત તાલીમ અને અભ્યાસ માટે યોગ્ય વાતાવરણ મળશે.

 

આ તકે રમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ ખેલાડીઓનું સન્માન કરાયું હતું.

 

આ પ્રસંગે સોનગઢ નગરપાલિકા પ્રમુખશ્રી સારિકાબેન પાટીલ, તાલુકા-નગરપાલિકાના જનપ્રતિનિધિઓ, ડીએલએસએસ વિદ્યાર્થીઓ, રમતવીરો, રમતપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

_______________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *