તાપી કલેક્ટરશ્રી દેવ ચૌધરીના અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૨૦. :– તાપી જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે ગુરુવારે કલેક્ટરશ્રી દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણી ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકના પ્રારંભે જનપ્રતિનિધિ દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નોને ધ્યાને લેવાયા હતા. વધુમાં કલેક્ટરશ્રી દેવ ચૌધરીએ વિવિધ સરકારી વિભાગોની કામગીરીની સમીક્ષા કરી હતી. જેમાં ખાસ કરીને નાગરિકોની અરજીઓનો સમયસર નિકાલ લાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
સાથોસાથ, નિવૃત્ત થયેલા સરકારી કર્મચારીઓના પેન્શન કેસોના નિકાલ અને આગામી બે વર્ષમાં નિવૃત્ત થનાર કર્મચારીઓના પેન્શન કેસો, ગુજરાત તકેદારી આયોગ તરફથી આવેલ પત્રો, વિવિધ હેતુ માટે ફાળવેલી સરકારી જમીન અંગે, એ.જી. ઓડિટના બાકી પેરાઓની માહિતી સહિતના મુદ્દાઓને આવરી લેવાયા હતાં.
સાથોસાથ ઈ-સરકાર પોર્ટલના અમલ માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે નકારાત્મક સમાચાર પર તંત્ર દ્વારા લેવાયેલાં પગલાં, ખાતાકીય તપાસ અને સીએમ ડેશબોર્ડ, જનસેવા કેન્દ્રની કાર્યપદ્ધતિ તેમજ જિલ્લાના વિવિધ વિભાગોના આંતરિક પ્રશ્નો સહિતના મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.
આ સંકલન બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બુગાલિયા, નાયબ વન સંરક્ષકશ્રી સચિન ગુપ્તા, પ્રાયોજના વહીવટદારશ્રી રાજેશ મૌર્ય, નિવાસી અધિક કલેકટરશ્રી આર. આર. બોરડ સહિતના ઉચ્ચ અધિકારીઓ અને સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
000
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
_______________
